Western Times News

Gujarati News

અક્ષય કુમારે ટિ્‌વન્કલ ખન્ના નહીં પરંતુ આ એક્ટ્રેસ સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

મુંબઇ, બોલીવૂડ બેસ્ટ કપલની વાત કરવામાં આવે તો તેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનું નામ જરૂર ગણવામાં આવે. અક્ષય અને ટિ્‌વન્કલના બે બાળકો આરવ અને નિતારા છે. લગ્ન પહેલાં અક્ષય કુમારનું નામ અનેક એક્ટ્રેસીસ સાથે જાેડવામાં આવ્યું હતું.

લગ્ન બાદ અક્ષય કુમારના કોઈ અફેરની ચર્ચા તો ન થઈ, પરંતુ એક જૂના ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે ટિ્‌વન્કલ ખન્ના નહીં પરંતુ એક એક્ટ્રેસ સાથે રોમાન્ટિક ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અક્ષય કુમારે પહેલીવાર ૨૦૧૯માં રણવીર સિંહ સાથે કરણ જાેહરના ટોક શો કોફી વીથ કરણમાં જાેવા મળ્યો હતો.

આ ટોક શોમાં કરણ જાેહરે અક્ષય કુમારને પૂછ્યું હતું કે, જાે તમે પરિણિત ન હોત તો કઈ એક્ટ્રેસ સાથે રોમાન્ટિક ડેટ પર જતા? આના જવાબમાં અક્ષય કુમારે કહ્યું હતું કે, ડિમ્પલ કાપડિયા અને આખી રાત હું તેની દીકરી સાથે વાત કરતો રહૂં. અક્ષયના આ જવાબ બાદ કરણ જાેહરે હસતા હસતા કહ્યું હતું કે, મને લાગે છે કે, આવી ટ્રેનિંગ તમને તમારી પત્નીએ જ આપી લાગે છે.

ખેર, હાલ તો અક્ષય કુમાર પોતાની વાઈફ ટિ્‌વન્કલ ખન્નાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે માલદીવમાં રજા ગાળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ટિ્‌વન્કલ ખન્ના અને અક્ષય કુમારે માલદીવના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. અક્ષય કુમારે લાંબા સમય બાદ પોતાની ફિલ્મોના શૂટિંગમાંથી બ્રેક લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, ૨૯ ડિસેમ્બરે ટિ્‌વન્કલ ખન્નાનો બર્થડે મનાવ્યા બાદ આ કપલ ન્યૂ યર પણ માલદીવમાં જ મનાવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.