Western Times News

Gujarati News

જન શિક્ષણ સંસ્થાન, ગુજરાત યુનિવર્સિટી દ્વારા 680 બહેનોને પ્રમાણપત્ર એનાયત

સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આત્મ નિર્ભર ભારતનું નિર્માણ થશે -વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું છે કે યુવાનોને રોજગાર મળે તે દિશામાં સાર્વત્રિક પ્રયસો હાથ ધરાયા છે અને તેનું હકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આપણો દેશ વિશ્વમાં યુવા દેશ તરીકે ઓળખાય છે.  એ અર્થમાં દેશના વિકાસના પાયામાં યુવાનોનું  યોગદાન મહત્તમ રહેવાનું છે ત્યારે યુવાનો તેમના પસંદગીના ક્ષેત્રોમાં તાલીમબધ્ધ બને તે સમયની માંગ છે.

જન શિક્ષણ સંસ્થાન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વ્રારા આજે યુનિવર્સિટી ખાતે બહેનોને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૬૮૦ જેટલી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએસ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન પણ હાથ ધર્યું છે. તેમનું સ્વપ્ન છે કે આજના યુવાનોસ્વરોજગાર મેળવા માટે તાલીમ બધ્ધ થાય, અને તેનો સીધો લાભ યુવાનો ઉપરાંત દેશને પણ થશે. આવી તાલીમ રોજગારી મેળવવામાં ખૂબ ઉપયોગિ થશે. સાથે સાથે  સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આત્મ નિર્ભર ભારતનું નિર્માણ થશે. પુરુષાર્થ નો કોઈ વિકલ્પ નથી એમ ઉમેરી તેમણે યુવાનોને તાલીમ મેળવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ શ્રી જગદિશ્ ભવસારે પણ યુવાનો માટે હાથ ધરાતી કૌશલ્ય પ્રવૃત્તિનો સવિસ્તર ઉલ્લેખ કરી આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનોએ તેમના પસંદગીના ક્ષેત્રોમાં તાલીમ મેળવવા હાકલ કરી હતી. જન શિક્ષણ સંસ્થાનના કાર્યકારી અધ્યક્ષ દર્શનનાબેન્ ભટ્ટે સ્વાગત પ્રવચનમાંકાર્યક્રમની રૂપરેખા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.