જમ્મુ કાશ્મીરના ૩ પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષામાં કાપ મુકવામાં આવ્યો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર પ્રશાસને રાજ્યમાં વીવીઆઇપી કલ્ચરને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓને સુરક્ષા પૂરી પાડતી સમિતિએ પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની સુરક્ષા કવચ ઘટાડવાનો ર્નિણય લીધો છે. આ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ સર્વિસ ગ્રુપના જવાનોની સંખ્યામાં ઘટાડો થશે.
રાજ્યમાં વીઆઇપીની સુરક્ષાની દેખરેખ રાખતી સમિતિ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મળી હતી જેમાં તેમની સુરક્ષામાં ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પહેલા આ VVIP લોકોની સુરક્ષા ડીઆઈજી, એસએસપી રેન્કના અધિકારી દ્વારા જાેવામાં આવતી હતી, પરંતુ હવે તેમની સુરક્ષા ડીએસપી રેન્કના અધિકારી દ્વારા જાેવામાં આવશે.
પ્રશાસનના આ ર્નિણયને રાજ્યમાં વીઆઇપીઁ કલ્ચરને ખતમ કરવાના પગલા તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ પૂર્વ મુખ્યમંત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સાથે સુરક્ષાનો મોટો કાફલો ફરે છે. પરંતુ હવે તેમના સુરક્ષા જાેખમોનું મૂલ્યાંકન કર્યા પછી, સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હવે તેમના કાફલામાં દોડતા વાહનો પણ ઓછા થઈ જશે. સરકારે પહેલા આ લોકોને ઉપલબ્ધ બિન-આવશ્યક સુવિધાઓ ખતમ કરી અને પછી બિનજરૂરી સુરક્ષા હટાવી દીધી છે.HS