Western Times News

Gujarati News

આઇસીસી મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી

નવીદિલ્હી, આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાવાયરસે કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે, આ વચ્ચે આઇસીસી મહિલા વર્લ્‌ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

આપને જણાવી દઇએ કે, મિતાલી રાજની આગેવાની હેઠળની ટીમમાં ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર જેવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિતાલી અને ઝુલનનો આ છેલ્લો વર્લ્‌ડકપ બનવા જઈ રહ્યો છે, આવી સ્થિતિમાં તેઓ ભારતને પ્રથમ વખત વર્લ્‌ડકપ જીતાડીને પોતાની સુવર્ણ યાત્રાનો અંત લાવવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા ૬ માર્ચ, ૨૦૨૨ નાં રોજ બે ઓવલ, તૌરંગા ખાતે પાકિસ્તાન સામે તેની પ્રથમ વર્લ્‌ડકપ મેચ રમશે. ટીમ ન્યૂઝીલેન્ડ સામે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ થી શરૂ થનારી ૫ મેચની વનડે સીરીઝમાં પણ જાેવા મળશે.

આ વર્ષે મહિલા ક્રિકેટ વર્લ્‌ડકપ ન્યૂઝીલેન્ડમાં રમાશે જેની શરૂઆત ૪ માર્ચે બે ઓવલ ખાતે યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચથી થશે. વર્લ્‌ડકપની ફાઈનલ મેચ ૩ એપ્રિલે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ આ વર્લ્‌ડકપમાં ૬ માર્ચે રમાનારી પાકિસ્તાન સામેની મેચથી પદાર્પણ કરશે.

પુરુષોનાં ટી૨૦ વર્લ્‌ડકપમાં પણ આવું જ થયું હતું. આ પછી, ભારતની આગામી મેચ ૧૦ માર્ચે યજમાન ન્યૂઝીલેન્ડ સામે થશે, જે હેમિલ્ટનનાં સેડન પાર્કમાં રમાશે. ભારત આ મેદાન પર ૧૨ માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. ઈંગ્લેન્ડ અને ભારતની મેચ ૧૬ માર્ચે બે ઓવલ ખાતે રમાશે. ૧૯ માર્ચે ટીમ ઈન્ડિયા ઓકલેન્ડનાં ઈડન પાર્કમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જ્યારે ૨૨ માર્ચે બાંગ્લાદેશની ટીમ હેમિલ્ટનમાં ટકરાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની છેલ્લી લીગ મેચ ૨૭ માર્ચે ક્રાઈસ્ટચર્ચનાં હેગલી ઓવલ ખાતે દક્ષિણ આફ્રિકા સામે છે. સેમીફાઇનલ મેચ ૩૦ અને ૩૧ માર્ચે યોજવામાં આવી છે.

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ સ્ટેન્ડબાય પ્લેયર્સઃ સભિનેની મેઘના, એકતા બિષ્ટ, સિમરન દિલ બહાદુર.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.