સેમ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેના પ્રથમ NFO “સેમ્કો ફ્લેક્સી કેપ ફંડ” નું લોંચીન્ગ
એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કે જેનો હેતુ સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને મૂડીની મૂલ્યવૃદ્ધિ પૂરી પાડવાનો છે
· સેમ્કો ફ્લેક્સી કેપ ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે 3E સ્ટેપ વ્યૂહરચના થી સંપત્તિ ઊભી કરવાનો છે –
· સેમ્કો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ડિસ્ક્લોઝર સાથે નવા પારદર્શિતા અને ડિસ્ક્લોઝરના બેન્ચમાર્ક સેટ કરશે:
· વ્યૂહરચનાની વિગતો આપવા અને રોકાણકારોને પ્રક્રિયા સમજવામાં મદદ કરવા માટે સેમ્કો યુનિટ હોલ્ડરની હેન્ડબુક પ્રકાશિત કરે છે.
અમદાવાદ, 6 જાન્યુઆરી, 2022: સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના પ્રથમ NFO “સેમ્કો ફ્લેક્સી કેપ ફંડ” ના લોન્ચની જાહેરાત કરી છે. આ NFO 17મી જાન્યુઆરી 2022ના રોજ ખુલશે અને 31મી જાન્યુઆરી 2022ના રોજ બંધ થશે.
સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર જિમીત મોદીએ જણાવ્યું હતું કે “અમે સેમ્કોની પ્રથમ ફંડ ઓફરિંગ તરીકે સેમ્કો ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવા બદલ ઉત્સાહિત છીએ. અમારા ધ્યેયને અનુરૂપ, ફંડને ખરી રીતે સક્રિય ફંડ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે ઉચ્ચ સક્રિય હિસ્સો જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે અને પ્રયાસ કરશે.
આ સુનિશ્ચિત કરશે કે જ્યારે રોકાણકારો જ્યારે સક્રિય એસેટ મેનેજમેન્ટ ફી ચૂકવે છે ત્યારે તેમને તેમના નાણાંની કિંમત અને ખરેખર વિશેષ ફંડ મેળવે છે. આ એવી દુનિયામાં એક તાજગીભર્યું પરિવર્તન છે જ્યાં ક્લોઝેટ ઇન્ડેક્સીંગ એકદમ સામાન્ય પ્રવાહ બની ગયું છે.
સેમ્કો ફ્લેક્સી કેપ ફંડ ઉચ્ચ જોખમ સમાયોજિત વળતર જનરેટ કરવા માટે ડિઝાઇન કરેલ પોર્ટફોલિયો બનાવવા માટે 3E વ્યૂહરચનાને અનુસરે છે.
1. કાર્યક્ષમ કંપનીઓમાં રોકાણ: સ્કીમ માત્ર કાર્યક્ષમ કંપનીઓ ટકાઉક્ષમ રોકડ મૂડીમાં રોકાણ કરશે જે વિવેકાધિન વૃદ્ધિ ખર્ચ માટે ચોક્કસ રીતે સમાયોજિત ઉચ્ચ વળતર પેદા કરવા સક્ષમ હોય છે. સેમ્કો મૂડી પર 25%થી વધુ સમાયોજિત વળતર સાથે વ્યવસાયોમાં રોકાણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ સ્કીમ ભારત અને સમગ્ર વિશ્વના માર્કેટ કેપના 25 શેરોમાં સ્કીમની નેટ એસેટના 65% – 35% ના પ્રમાણમાં રોકાણ કરશે. આ સ્ટોક્સ સેમ્કોના હેક્સાશિલ્ડ ફ્રેમવર્કને પાસ કર્યું હોય તેવી 125 કંપનીઓના સમૂહમાંથી હશે.
2. કાર્યક્ષમ ભાવે: આ સ્કીમ માત્ર વાજબી / કાર્યક્ષમ ભાવે સિક્યોરિટીમાં રોકાણ થશે જ્યારે શેરોમાં માટે સંબંધિત ઉપજ બાકીના તુલનાત્મક સ્ટોક્સ સાથે વાજબી હોય.
3. કાર્યક્ષમ પોર્ટફોલિયો ટર્નઓવર અને ખર્ચ જાળવવો: વ્યૂહરચનાનો ત્રીજો સ્તંભ છુપા વ્યવહાર ખર્ચ ઘટાડવા અને પ્રદર્શનમાં સુધારો કરવાનો છે. રોકાણકારો માને છે કે કુલ ખર્ચ ગુણોત્તર એ એકમાત્ર ખર્ચ છે જે તેમના રોકાણના ભાગ રૂપે તેમના દ્વારા કરવામાં આવે છે. પરંતુ એક છુપો ખર્ચ એ પણ છે જે આમાંના કોઈપણ આંકડામાં જાહેર કરવામાં આવ્યો નથી:
ફંડની અંદર ડીલ કરવાનો ખર્ચ. જ્યારે ફંડ મેનેજર અથવા રોકાણકાર સ્ટોક્સમાં સોદો કરે છે, ત્યારે તે અથવા તેણી બ્રોકરેજ કમિશન, 0.1 ટકાના દરે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સ્ટેમ્પ ડ્યુટી, સેબીની ફી અને બ્રોકરની બિડ અને ઓફરની કિંમતો (સ્પ્રેડ) વચ્ચેનો તફાવત ચૂકવે છે જેને ઇમ્પેક્ટ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
રોકાણકારો દ્વારા કરવામાં આવેલ રોકાણનો કુલ ખર્ચ = યોજનાની TER + વોલ્યુંટરી ડીલિંગ ખર્ચ
સેમ્કો મ્યુચ્યુઅલ ફંડ એ ભારતનું પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ છે જે તમામ વોલ્યુંટરી ડીલિંગ ખર્ચ પારદર્શક રીતે જાહેર કરશે. વોલ્યુંટરી ડીલિંગ અથવા સ્વૈચ્છિક વ્યવહાર ખર્ચ એટલે ભંડોળના ઇનફ્લો આઉટફ્લો જેવા અનૈચ્છિક વ્યવહારો માટે થતા ખર્ચને બાદ કરતાં ફંડ મેનેજર દ્વારા ખરીદી અને વેચાણ માટે કરવામાં આવેલ તમામ ખર્ચ.
આની ગણતરી AUM ની ટકાવારી તરીકે કરવામાં આવશે. આ રોકાણકારોને રોકાણની કુલ કિંમતની ગણતરી કરવામાં મદદ કરશે જે TER અને સ્વૈચ્છિક વ્યવહાર ખર્ચનો સરવાળો છે.
લોંચ પર ટિપ્પણી કરતા, સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ શ્રી ઉમેશ કુમાર મહેતાએ જણાવ્યું હતું કે “સેમ્કો ફ્લેક્સીકેપ ફંડની ડિઝાઇન મુજબ ફ્લેક્સી કેપ કેટેગરીમાં એક અનન્ય અને શુદ્ધ ઇક્વિટી ફંડ છે. અન્ય ફંડ્સથી વિપરીત, તે માત્ર ભારતીય ઈક્વિટીઝ અને ગ્લોબલ ઈક્વિટીઝમાં જ રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
કોર્પોરેટ ડેબ્ટ, REIT, ડેરિવેટિવ્ઝ વગેરે જેવી અન્ય કોઈ અસ્કયામતોને મંજૂરી નથી કે જેથી સ્કીમ શુદ્ધ ઈક્વિટી સ્કીમ તરીકે બની રહેશે. તેના 25 સ્ટોકના પોર્ટફોલિયોની સંરચનાની વ્યૂહરચના એ સુનિશ્ચિત કરે છે કે રોકાણકારો અન્ય વ્યૂહરચનાઓથી વિપરીત વાજબી એકાગ્રતા અને વૈવિધ્યકરણના લાભોનો આનંદ માણે જે વધુ પડતા વૈવિધ્યસભર હોઈ શકે છે.
વધુમાં, રોકાણકારોને ઉચ્ચ વૃદ્ધિના વૈશ્વિક નામો માટે એક્સપોઝર મળે છે અને તેમ છતાં 65% પોર્ટફોલિયો ભારતીય ઇક્વિટીમાં હશે, લાગુ કરવેરા ઇક્વિટી માટે લાંબા ગાળાના મૂડી લાભો પર રહેશે એટલે કે 1 વર્ષ પછી 10%. આ રોકાણકારો માટે એક શ્રેષ્ઠ ઇષ્ટતમ માળખા તરીકે કામ કરે છે. વધુમાં, અમને યુનિટ હોલ્ડરની હેન્ડબુક પ્રકાશિત કરનાર પ્રથમ AMC હોવાનો ગર્વ છે જે રોકાણકારોના નાણાંનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે તે વિગતવાર સમજાવે છે. આ પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરે છે અને રોકાણકારોને ફંડ પાસેથી સ્પષ્ટ અપેક્ષાઓ રાખવામાં મદદ કરે છે.”
સેમ્કો ફ્લેક્સી કેપ ફંડના ઇક્વિટી ફંડ મેનેજર શ્રીમતી નિરાલી ભણસાલીએ જણાવ્યું હતું કે “અમે સેમ્કો ફ્લેક્સી કેપ ફંડનું નિર્માણ એક સરળ 3-પગલાની બાય એન્ડ હોલ્ડ એટલે કે ખરીદો અને રાખો વ્યૂહરચના તરીકે કર્યું છે જે વિશ્વની કેટલીક ઝડપથી વિકસતી અને મૂડી કાર્યક્ષમ કંપનીઓમાં રોકાણ કરશે જે લાંબા ગાળા માટે મૂડીનું સંયોજન કરી શકે છે. ફંડ તેની સંપત્તિના 35% વૈશ્વિક શેરોમાં રોકાણ કરવાનું હોવાથી રોકાણકારોને વૈશ્વિક સ્તરે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતી કંપનીઓમાં એક્સ્પોઝર મળશે.
વધુમાં, પોર્ટફોલિયો ટર્નઓવર ઘટાડવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી હોવાથી, અમે ઓછા સ્વૈચ્છિક વ્યવહાર ખર્ચનો પ્રયાસ કરીશું જેથી રોકાણકારોના રોકાણનો કુલ ખર્ચ વાજબી રહે. અમે સક્રિય શેર તેમજ સ્વૈચ્છિક વ્યવહાર ખર્ચ પર અમારા ડિસ્ક્લોઝર સાથે નવા ધોરણો સ્થાપિત કરવા માટે ઉત્સાહિત છીએ.” સ્કીમના ફંડ મેનેજર શ્રીમતી નિરાલી ભણસાલી હશે અને વિદેશી રોકાણ માટે સમર્પિત ફંડ મેનેજર શ્રી ધવલ ધાનાણી રહેશે.