Western Times News

Gujarati News

૫૦ વર્ષ જૂના યૌન ઉત્પિડન કેસમાં લોર્ડ નઝીર દોષિત ઠર્યા

લંડન, પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના મિત્ર અને બ્રિટનના બડબોલા મુસ્લિમ નેતા લોર્ડ નઝીર અહમદની બાકીની જિંદગી હવે જેલમાં પસાર થશે. નઝીર અહેમદને એક કોર્ટે બે બાળકો સાથે યૌન ઉત્પીડન મામલે દોષિત ઠેરવ્યા છે.

લોર્ડ નઝીરને બુધવારે ૧૯૭૦ ના દાયકામાં કિશોરાવસ્થામાં એક બાળક સાથે યૌન ઉત્પીડન અને એક છોકરી સાથે રેપના પ્રયત્ન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં જન્મેલા લોર્ડ નઝીર અહમદ છાશવારે ભારત વિરુદ્ધ કાશ્મીરને લઈને ઝેર ઓકતા રહ્યા છે. એકવાર તો તેમણે પીએમ મોદીના મોતની ઈચ્છા પણ વ્યક્ત કરી નાખી હતી.

બ્રિટિશ કોર્ટ હવે ૪ ફેબ્રુઆરીના રોજ આ મામલે સજાની જાહેરાત કરશે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોર્ટ યુકેના નિયમો મુજબ તેમને લાંબી સજા સંભળાવી શકે છે.

લેબર પાર્ટીના પૂર્વ નેતા રહી ચૂકેલા લોર્ડ નઝીરને બાળક સાથે અપ્રાકૃતિક મૈથુન અને એક છોકરી સાથે બે વાર રેપના પ્રયત્ન મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નઝીર સાથેતેમના બે ભાઈઓ મોહમ્મદ ફારુક અને મોહમ્મદ તારિક વિરુદ્ધ આરોપ સાચા ઠર્યા છે. નઝીરના બંને ભાઈઓ વધુ ઉંમરના હોવાના કારણે ટ્રાયલમાં સામેલ થવા માટે અનફિટ ગણાયા હતા.

આ અગાઉ એક મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે નઝીર અહેમદે વર્ષ૧૯૭૩ અને ૧૯૭૪માં રેપનો પ્રયત્ન કર્યો હતો. નઝીરનો જન્મ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં થયો હતો. થોડા સમય બાદ તેમનો પરિવાર યુકે આવીને વસી ગયો. ઘરના કારોબાર સાથે યુકેના રાજકારણમાં સફળતા મેળવનારા નઝીર વિરુદ્ધ અનેક જગ્યાએ કાશ્મીરી મૂળી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા.

તે સમયે નઝીરની ઉંમર ૧૬ કે ૧૭ વર્ષની હતી અને પીડિત છોકરી તેનાથી ખુબ નાની હતી. નઝીરને વર્ષ ૧૯૭૨માં એક બાળક સાથે ગંભીર યૌન ઉત્પીડન મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નઝીર અહમદે આ આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા અને પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા.

પરંતુ સુનાવણી દરમિયાન નઝીરને રેપના પ્રયત્ન અને અપ્રાકૃતિક મૈથુન મામલે દોષિત ગણવામાં આવ્યા. લોર્ડ નઝીર અહમદ લેબર પાર્ટીના નેતાઅને પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેયરની નીકટ છે. લોર્ડ નઝીર અહમદ બ્રિટિશ સંસદના ઉચ્ચ સદન હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સભ્ય નિયુક્ત થયેલા પહેલા મુસ્લિમ છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે પણ તેમને ખુબ બને છે. બ્રિટનના હાઉસ ઓફ લોર્ડમાં ઉચ્ચ શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગના લોકોને સભ્ય બનાવવામાં આવે છે. લોર્ડ નઝીર છાશવારે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા કરે છે. વર્ષ ૨૦૧૯માં તેમણે પીએમ મોદીના મોતની કામના કરી હતી.

પાકિસ્તાનપ્રેમી લોર્ડ નઝીર અહમદે ટ્‌વીટ કરી હતી કે ‘વિપક્ષના ભાજપના જાદુ, ટોણા, તંત્ર-મંત્રના દાવા વચ્ચે પૂર્વ વડાપ્રધાનવાજપેયી, પૂર્વ એફએમઅરુણ જેટલી, પૂર્વ એમઈએસુષ્મા સ્વરાજ, અને ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરનું છેલ્લા એક વર્ષની અંદર મોત થઈ ગયું. આગામી નંબર મોદીનો છે.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.