Western Times News

Gujarati News

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આગામી ત્રણ દિવસ આકાશમાંથી પસાર થશે

અમદાવાદ : વૈજ્ઞાનિકોની અથાગ મહેનત, વિજ્ઞાનની શોધથી માનવજાત મહત્તમ સુખી–સંપન્ન થયો છે. વૈજ્ઞાનિકો સતત સંશોધનો કરી માનવ કલ્યાણકારી કાર્યો અમલમાં મુકે છે. માનવી પ્નારંભે પગપાળા, ગાડા યુગમાંથી જેટ વિમાન અને અદ્યતન સાધનોથી ચંદ્ર–મંગળની યાત્રા કરાવી છે.

દુનિયાના કોઈપણ છેડે રૂબરૂ પહોંચવું કે સેકન્ડની ગણતરી દ્રશ્ય–શ્રાવ્ય, વાતચીત કરી, આદાન–પ્નદાન થઈ શકે છે. રાજયના લોકોને તા. ૧૦ મી વહેલી સવારે અને તા. ૧ર અને મકરસંક્રાંતિ તા. ૧૪ મી સાંજે સાડા સાત કલાક પછી તુરંત આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આહલાદક જોવા મળશે. સ્પેશ શટલ નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયં પંડયાએ જણાવ્યું કે રાજયના લોકો તા. ૧૦ મી સોમવાર વહેલી સવારે ૬ કલાક અને ૧૪ મિનિટથી ઉત્તર–વાયવ્ય પ્નારંભ થઈને પૂર્વ દિશામાં સવારે ૬–૧૭ અગ્નિ કોણમાં ૬ કલાક ને રર મિનિટે અસ્ત થતું જોવા મળશે જયારે બુધવાર તા.૧ર મી સાંજે ૭ કલાક ને ૩પ મિનિટથી ૭ કલાકને ૩૯ મિનિટે નૈૠત્ય અને દક્ષિણ અને અગ્નિ કોણની વચ્ચે જોઈ શકાશે.

તા. ૧૪ મી મકરસંક્રાંતિ શુક્રવારે સાંજના ૭ કલાક ૩૭ મિનિટથી ૭ કલાક ૪ર મિનિટ સુધી અગ્નિ કોણ દિશામાં આકાશની મધ્યે સ્પેશ શટલ પસાર થતું જોવા મળશે. હિંમતનગરમાં સોમવારે પૂર્વ દિશામાં ૬ કલાક ૧૭ મિનિટથી શરૂ થઈને અગ્નિ કોણમાં ૬ કલાક ને રર મિનિટે અસ્ત થતું દેખાશે.

બુધવાર તા. ૧ર મી એ સાંજે ૭ કલાક ે ૩પ મિનિટથી ૭ કલાકને ૩૯ મિનિટ સુધી દક્ષિણ અને અગ્નિ કોણની વચ્ચે જોઈ શકાશે. સુરત, અમદાવાદ, રાજકોટમાં તા. ૧૦ મી સવારે ૬ કલાકને ૧૭ મિનિટથી ૬ કલાકને રર મિનિટ સુધી અને તા.૧ર અને ૧૪ મી સાંજે ૭ કલાકને ૩૪ મિનિટથી શરૂ થઈ ૭ કલાકને ૩૯ મિનિટ સુધી અસ્ત થતું જોવા મળશે.

સમગ્ર રાજયમાં સામાન્ય સેકન્ડ, મિનિટના તફાવત વચ્ચે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થતું જોવા મળશે. લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટે વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે માહિતી મુકવામાં આવી છે. સ્પેશ શટલનનું નિયમિત પરિભ્રમણ હોય છે. દિવસે સૂર્યપ્નકાશના કારણે જોઈ શકાતું નથી. ૯૦ મિનિટમાં પૃથ્વીનું પરિભ્રમણ કરે છે.

આગામી સોમવાર, બુધવાર અને શુક્રવારે સ્પેશ શટલની આકાશમાં ચળકાટ, તેજસ્વીતા, પ્નકાશના કારણે પસાર થતી વખતે નરી આંખે જોઈ શકાય છે. સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક પ્નતિ કલાક ર૮,૮૦૦ કિલોમીટર ઝડપે પૃથ્વીની પ્નદક્ષિણા કરી લે છે.

૪૧૯ ટન વજન ધરાવતા આઈ.એસ.એસ. માં અવકાશયાત્રીઓ ઝીરો ગે્રવીટી, વાતાવરણ નથી અને તાપમાન પણ ર૦૦ ડિગ્રીનો તફાવત છે. પૃથ્વી ઉપરથી દરરોજ સ્પેસ સેન્ટર નીકળે છે. સ્પેશ નજીક અંતરેથી આહલાક તેજસ્વીતાના કારણે જોઈ શકાય છે. સ્પેસ સેન્ટરની લંબાઈ ફુટબોલના મેદાન જેટલી છે.

વધુમાં પંડયા જણાવે છે કે સ્પેશ શટલ દૂરબીન કે ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. રશિયા, જાપાન, યુરોપ સહિતના દેશોની જહેમતથી સ્પેશ શટલ આકાશમાં તરતુ મુકવામાં આવ્યું છે. શટલની ઝડપ અને તેજસ્વીતા અપ્નિતમ છે. શટલની કામગીરી માનવ ઉપયોગી છે.

ર૧ મી સદીમાં પણ અમુક મુર્ખ લોકો પૃથ્વી ગોળ નથી, સૂર્ય કેન્દ્રસ્થાન નથી તેવી સંકુચિતા, અજ્ઞાનતાના કારણે જાહેર કરી ખોટો પ્નચાર કરે છે. વાસ્તવમાં પૃથ્વી ગોળ છે. અજ્ઞાનતામાં રાચનારાને સ્પેશ શટલમાં બેસાડવામાં આવે ત્યારે જ ખબર પડે કે પૃથ્વી ગોળ છે. સ્પેસ શટલ ૯૦ મિનિટમાં પૃથ્વીની પ્નદક્ષિણા કરી લે છે.

ર૪ કલાકમાં ૧૬ વાર પૃથ્વીને પ્નદક્ષિણા સ્પેસ શટલ કરે છે. તેના માર્ગમાં દિવસ–રાત વારંવાર જોવા મળશે. સ્પેશ શટલ તેનો માર્ગ સતત બદલતો રહેતો હોવાથી એકના એક સ્થળ ઉપરથી બીજી વખત પસાર થતાં ઘણો સમય લાગતો હોય છે. નાસાની વેબસાઈટ ઉપર નિયમિત અપડેટ જાણી શકાય છે.

અવકાશયાત્રીઓનું જીવંત પ્નયોગશાળા ગણાતું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાં સતત પરિભ્રમણ કરે છે. તેજસ્વીતા માઈનસ ૩.૪ મેગ્ન્યુડ હોવાના કારણે ચળકાટ આહલાદક જોવા મળે છે. જાન્યુઆરી ૧૦, ૧ર અને ૧૪ મી એ સ્પેસ સ્ટેશન જોવાનો અમુલ્ય અવસર હોય નિહાળવા જાથા અપીલ કરે છે.

જાથાનો પ્નયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, સ્પેસ સેન્ટર નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, કચ્છનો વિસ્તાર, મોરબી, પાવગઢ, ગોધરા વિગેરે નાના–મોટા નગરોમાં જાથાના શુભેચ્છકો કોઈપણ એક દિવસ માટે સ્પેસ શટલ નિદર્શનનું આયોજન ગોઠવશે તેમાં નામ નોંધણી કરેલા લોકો ભાગ લઈ શકશે.

જાથાના અંકલેશ ગોહિલ, નર્ભયિ જોશી, કિશોરગીરી ગોસાઈ, ગૌરાંગ કારીયા, રૂચિર કારીયા, રાજુ યાદવ, કેલ્વીન આરદેશણા, દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, નયનેશ ભટ્ટ સહીત શુભેચ્છકો સ્પેસ શટલ નિદર્શન માટે તૈયારી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.