Western Times News

Gujarati News

ફ્રાન્સ અને ગ્રીસમાં ઓમિક્રોનના કેસોમાં જંગી વધારો, ગ્રીસમાં 50,126 કેસ

લંડન, બ્રિટનની વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના વિજ્ઞાાની રવિન્દ્ર ગુપ્તાએ એક એભ્યાસ કર્યા બાદ ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો હળવો ચેપ એ ઉત્ક્રાંતિની ભૂલ છે અને તેના કારણે કોરોના વાઇરસનું જોર ઓછું  થયું છે તેવો કોઇ નિર્દેશ મળતો નથી.

કેમ્બ્રિજ  ઇન્સ્ટિટયુટ ફોર થેરપ્યુટિક ઇમ્યુનોલોજી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસિઝ ખાતે ક્લિનિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ગુપ્તાએ કરેલા અભ્યાસમાં જણાયું હતું કે  યુકે અને હવે ભારતમાં પ્રભાવી બની રહેલો ઓમિક્રોન વેરિઅન્ટ  ફેફસાના કોષોમાં ઓછો ચેપ લગાડે છે પણ વાઇરસ પોતે હળવો બન્યો હોવાના કોઇ પુરાવા નથી.

ગુપ્તાએ જણાવ્યું હતું કે એવી ધારણાં બાંધી લેવામાં આવી છે કે સમય વીતવા સાથે વાઇરસ વધારે હળવો બની જશે.પણ હાલ આમ બની રહ્યું નથી. કારણે કે આ લાંબા ગાળાનો ઉત્ક્રાંતિનો ટ્રેન્ડ છે. કોરોનામાં આ મુદ્દો નથી કેમ કે તે અસરકારક રીતે પ્રસરે છે અને તેને રસીકરણના આ જમાનામાં હળવો બનવાનું કોઇ કારણ નથી.આ કારણે હું માનું છું કે આ ઉત્ક્રાંતિની ભૂલ છે.

વાઇરસ તેની બાયોલોજી બદલવાનો કોઇ પ્રયાસ કરી રહ્યો નથી. મને લાગે છે કે નવો જે વેરિઅન્ટ આવશે તે મૂળ વાઇરસ જેટલો જ જીવલેણ હોઇ શકે છે. તેથી લોકો આ વેરિઅન્ટને કુદરતી રસી ગણવાને બદલે તેના પ્રસારને અટકાવે તે વધારે ઇચ્છનીય છે. આ સમજી શકાય તેવી વાત છે પણ તે ભયંકર છે કેમ કે આપણે આપણી તબિયત પર વિવિધ વાઇરસની કેવી અસર થાય છે તે સમજી શક્યા નથી.

ઉત્તરપ્રદેશમાં મૂળ ધરાવતાં આ વિજ્ઞાાનીએ જણાવ્યું હતું કે વાઇરસ સામે પ્રથમ સંરક્ષણ રસીકરણ ઝૂંબેશ જ મહત્વની છે. હાલ ઓમિક્રોન વેરિઅન્ટ હળવો છે તે તકનો લાભ લઇને આપણે રસીકરણ વધારવું જોઇએ. ભારતમાં એમિક્રોનની અસર બાબતે રવિન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે બીજા દેશોના અનુભવ પરથી બોધપાઠ મેળવીને તેને ખાળવાના આગોતરાં પગલાં લેવા જોઇએ.

યુએસ અને યુરોપની સરખામણીમાં ભારતમાં એમઆરએનએ રસી ઓછી વપરાઇ છે તથા જેનેટિક ફરક પણ ઓમિક્રોનના મોજા સામેે ે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દરમ્યાન યુરોપમાં ફ્રાન્સ, ગ્રીસ અને ક્રોશિયામાં કોરોનાના નવા કેસોની સંખ્યાએ રેકોર્ડસ તોડી નાંખ્યા છે. ચેપનો દર નેધરલેન્ડમાં 35 ટકા અને બેલ્જિયમમાં 79 ટકા વધી ગયો છે.

ગ્રીસમાં છેલ્લા 24 કલાકમાં 50,126 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સર્વાધિક છે. હંગરીમાં પણ એક જ દિવસમાં 5,270 કેસ નોંધાયા હતા. દરમ્યાન યુએસમાં કોરોનાના નવા 7,04,661 કેસ અને 1802 જણના મોત નોંધાયા હતા. યુએસમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 58,805,186 અને મરણાંક 8,53,612 થયો છે.

એ જ રીતે યુકેમાં નવા 1,94,747  કેસ  નોેંધાયા છે અને 343 જણાના મોત થયા છે. ફ્રાન્સમાં નવા 3,32,252 કેસ અને 246 મરણ નોંધાયા છે. સ્પેનમાં પણ કોરોનાના નવા 1,37,180  કેસ નોંધાયા છે અને 148 જણાના મરણ થયા છે.પોલન્ડમાં પણ કોરોનાના નવા 16,576 કેસ નોંધાયા હતા અને 646 જણાના મોત થયા હતા.

દરમ્યાન ચીનમાં પ્રવાસીઓના માનીતાં શહેર શીઆનમાં ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફલાઇટ્સ પર તો ડિસેમ્બરના આરંભથી જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. યોેદ્ધાઓની ટેરાકોટા પ્રતિમાના મ્યુઝિયમ માટે આ શહેર વિખ્યાત છે. પશ્ચિમ ચીનનું આ મોટું પરિવહન કેન્દ્ર છે જેે 36 દેશોના 74 સ્થળોને સાંકળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.