Western Times News

Gujarati News

યુપીમાં ૫થી ૭ તો પંજાબમાં ૨ તબક્કામાં થઈ શકે મતદાન

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણીની તારીખો અને તબક્કાને લઈને પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. સૂત્રો પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાંચથી સાત તબક્કામાં મતદાન થઈ શકે છે. તો પંજાબમાં એકથી બે તબક્કામાં ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મણિપુરમાં એકથી બે તબક્કા અને ગોવા તથા ઉત્તરાખંડમાં એક-એક તબક્કામાં મતદાન કરાવવામાં આવી શકે છે.

ચૂંટણી પંચના સૂત્રો પ્રમાણે પાંચ રાજ્યોએ કાયદો વ્યવસ્થા પર ગૃહ સચિવે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો છે. તે પણ માનવામાં આવી રહ્યું છે કે પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુક બાદ ગૃહ સચિવે પંજાબની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારથી જાણકારી આપી છે. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુકની ઘટના ચૂંટણી પંચ માટે ક્યાંકને ક્યાંક ચિંતાની વાત છે.

આ સિવાય ચૂંટણી પંચે કોરોનાના મુદ્દા પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ, આઈસીએમઆરના બલરામ ભાર્ગવ અને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પાસે પણ ૫ ચૂંટણી રાજ્યોમાં કોરોનાની સ્થિતિ, સુરક્ષા પ્રોટોકોલ અને ૫ રાજ્યમાં વધુમાં વધુ લોકોને પ્રથમ અને બીજાે રસીનો ડોઝ આપવાનું નક્કી કરવા માટે પણ રિપોર્ટ લીધો છે.

ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને જલદીથી જલદી વધુમાં વધુ લોકોને પ્રથમ અને રસીનો બીજાે ડોઝ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં મતદાનની તારીખોને અંતિમ રૂપ આપવામાં લાગી ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.