Western Times News

Gujarati News

ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યા પછી પણ બાકી રહી ગયેલી એન્ટ્રી બતાવી શકાશે

31st July 2022 last day for Incometax filing

એન્ટ્રી બાકી રહેેવાના કારણે આઈટીની નોટીસ મળવાની શક્યતાઓ વધુ

(એજન્સી) સુરત, ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યા પછી કરદાતાને ખ્યાલ આવે કે કોઈ એન્ટ્રી બતાવવાની રહી ગઈ છે તો આગામી ૩૧મી માર્ચ સુધીમાં ભરપાઈક રેલા રીટર્નમાં સુધાા કરી શકાતા હોય છે. આ માટે કરદાતાએ રીવાઈઝડ રીટર્ન ભરપાઈ કરવાનુ હોય છે.

તેમજ તે સુવિધા પોર્ટલ પર આપવામાં આવતી જ હોય છે. રીટર્ન ફાઈલ કર્યા પછી કરદાતાને એન્ટ્રી દર્શાવવાની હોય તો વિસ્તારના આઈટી અધિકારીને મળીને રીટર્નમાં જે સુધારા કરવાના હોય તેની લેખિતમાં પુરાવા સહિતની જાણકારી આપવાની હોય છે. તેના આધારે આઈટી અધિકારીની મંજુરી લઈને તેમાં સુધારા કરવાની જાેગવાઈ રહેલી છે.

નાણાંકીય વર્ષ ર૦ર૧-રરમાં ઈન્કમ ટેક્ષ વિભાગે એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એઆઈએસ) તૈયાર કર્યુ છે. તેમજ તેની તમામ માહિતી કરદાતાને ર૬ એએસ નામના ફોર્મમાં દર્શાવવામાં આવી છે. જાે કે કરદાતા દ્વારા આ માહિતીના આધારે તો રીટર્ન ભર્યુ જ હોઈ શકે છે.

તેમ છતાં કેટલાંક કિસ્સામાં કરદાતાએ રીટર્ન ભર્યા પછી કેટલીક વિગતો બતાવવાની રહી જતી હોય છે.
તે એન્ટ્રી રીટર્ન ભર્યા પછી પણ યાદ આવે તો આગામી ૩૧મી માર્ચ પહેલાં રીવાઈઝડ રીટર્ન ભરીને તેને દર્શાવી શકાય છે. એ પ્રમાણેે કરવામાં આવે તો જ કરદાતાના હિતમાં છે. કારણ કે એસસમેન્ટ દરમ્યાન અધિકારી દ્વારા આવાી એન્ટ્રી દર્શાવી નહીં હોવાનું ધ્યાને આવે તો નોટીસ પણ મળી શકે છે.

તેમજ તેના કારણે કરદાતાને મોટો દંડ પણ ભરપાઈ કરવાની શક્યતાઓ સૌથી વધુ રહેલી છે.આજ કારણોસર રીટર્ન ભર્યા પછી કોઈ એન્ટ્રી દર્શાવવાની રહી ગઈ હોય તો એ ૩૧મી માર્ચ પહેલાં સુધારીને ભરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.