Western Times News

Gujarati News

લીંબડીના બોરાણા ગામે પિતાએ ફાયરીંગ કરતા પુત્રનું કમકમાટીભર્યું મોત

Files Photo

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને સરેઆમ હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરાણા ગામે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. તથા પિતા દ્વારા પુત્ર ઉપર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ હત્યાની ઘટનાની મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે મોડી સાંજે પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો.

તે સમયે પુત્ર આ ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડતા પિતા ઉશ્કેરાઇ ગયા હતા. અને ઘરમાં પડેલું ગેરકાયદેસર દેશી હથિયાર સાથે યુવકના છાતીના ભાગે ફાયરિંગ કર્યા હતા. તેને લઈને પુત્ર મહેન્દ્ર મંદુરિયાણીને છાતીના ભાગે ગોળી ઘૂસી જતા ઘટનાસ્થળે તેનું ઘરમાં જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યુ હતુ. જેને લઇને આ સમગ્ર બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

તેવા સંજાેગોમાં આ બાબતની જાણકારી લીંબડી પોલીસને થતા પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ મામલાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર હાલમાં પુત્ર પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારનાર પિતા પીતામ્બરભાઈ ફરાર બન્યા છે. ત્યારે આ મામલે લીંબડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ યુવકની ડેડબોડીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવી છે. ત્યારે સગા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે. અને પરિવારમાં પણ કલ્પાંત સર્જાઈ જવા પામ્યો છે. આજે વહેલી સવારે લીંબડી પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરી અને હત્યારા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર ગત મોડી સાંજે પીતામ્બરભાઈ અને તેમના પત્ની બંને કોઈ કારણોસર ઝઘડી રહ્યા હતા. તે સમયે બહારથી આવેલો પુત્ર મહેન્દ્ર માતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. તે સમયે પીતામ્બરભાઈ કે જે પુત્રના પિતા છે તેમના દ્વારા ઘરમાં પડેલું દેશી હથિયાર વડે પુત્ર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

અને મહેન્દ્રને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.ત્યાં તેને ડોક્ટરની ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રાથમિક વિગતમાં તેને બેથી ત્રણ ગોળી લાગી હોવાનું બહાર આવ્યુ છે.

પોલીસ દ્વારા આ મામલે તેનું સીટીસ્કેન ડેડબોડીને કરાવી અને પીએમ કરવામાં આવ્યું છે અને બ્લડીંગ થઈ ગયું હોય ફાયરિંગ દરમિયાન જેથી તેનું મોત નિપજવા પામ્યું હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે આ મામલે લીંબડી પીએસઆઈ વી.એન. ચૌધરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં મોડી સાંજે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે માતા-પિતાની નજર સામેં પુત્ર દેહ છોડી જતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ખુદ પિતા એ જ પુત્ર ઉપર ફાયરિંગ કર્યા હોવાનું પણ માતા દ્વારા જણાવવામાં આવ્યું છે. અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.