Western Times News

Gujarati News

બે પિસ્તોલ અને ર૩ જીવતા કારતુસ સાથે એક ઈસમ ઝડપાયો

અગાઉ નાર્કોટીક્સ, પ્રોહીબિશન અને ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે

(સારથી એમ.સાગર) અમદાવાદ, અગાઉ નાર્કોટીકસ તથા ચોરીના ગુનામાં સંડોવાયેલો એક રીઢા આરોપીને દહેગામ નજીકથી શહેર ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો છે તપાસ કરતાં આ આરોપી પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન તથા ર૩ જીવતા કારતુસ મળી આવતા ચકચાર મચી છે.

આ અંગેની વિગત એવી છે કે એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સ્કવોર્ડના પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમ પેટ્રોલીંગમાં હતી એ વખતે એક આરોપી દહેગામ સર્કલ નજીક ગેરકાયદેસર હથિયાર સાથે રાખી ઉભો હોવાની બાતમી મળી હતી જેને પગલે આરોપીને હંસપુરા પાટીયા નજીકથી પીઆઈ વ્યાસની ટીમે ઝડપી લીધો હતો.

પુછપરછ કરતા તેણે પોતાનું નામ યાસીન અહેમદભાઈ શેખ (પીર સકરગંજનો મહોલ્લો, પટવા શેરી, ત્રણ દરવાજા, તથા દહેગામ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું યાસીનના કબ્જામાંથી પોલીસને બે પિસ્તોલ, બે મેગેઝીન તથા ર૩ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી પોલીસ પણ ચોંકી હતી તેની તપાસમાં યાસીનના સગા ભાઈ યુસુફ શેખ (શાહપુર) તેને બે વર્ષ પહેલાં આ હથિયારો આપ્યા હતા અને યુસુફનું બે માસ અગાઉ મૃત્યુ થયું હતું.

યાસીન વર્ષ ૧૯૯૭માં કાપડ ચોરીના ગુનામાં પકડાયો હતો બાદમાં ર૦૦રમાં ૭ કિલો ચરસ સાથે શામળાજી પોલીસે તેને પકડ્યો હતો જેમાં ર૬ વર્ષની સજા થઈ હતી પરંતુ ર૦૦૯માં તે છુટી ગયો હતો ઉપરાંત કારંજ પોલીસ સ્ટેશનમાં પણ તે મારામારી અને પ્રોહીબિશનના ગુનામાં પકડાઈ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.