Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઇ પ્રિકોશન ડોઝ કામગીરી નિહાળી

ગાંધીનગર, રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની આયુના અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર તા. ૧૦મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝઆપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના સેકટર-૨૯ ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે ૯ લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના ૩૫૦૦ રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે ૧૭ હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગરપાલિકાના ઉપ મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને અન્ય પદાધિકારીઓ પણ જાેડાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.