Western Times News

Gujarati News

મહેસાણાની દૂધસાગર ડેરીએ એક વર્ષમાં ૨૦૮ કરોડનું દેવું ઓછું કર્યું

મહેસાણા, મહેસાણા દૂધસાગર ડેરી સંકલન સમિતિની બેઠકમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભઈ ચૌધરીનો વહીવટએ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવી જણાવ્યું હતું કે અશોકભાઈ સંગઠનમાંથી આગળ આવ્યા છે. એક વર્ષમાં એમણે આટલું આપ્યું છે. હજુ ચાર વર્ષ બાકી છે.

નરેન્દ્રભાઈનું ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે. ૩૦૦ કરોડની આવક વધીને એ કંઈ નાની વાત નથી. અશર્કિતા અને બીન જરૂરી ખર્ચાે બચાવ્યો. કર કસરત કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વહીવટ કરવાની કુનેહ જાેવા મળી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ધારાસભ્યોમાં રમણભાઈ પટેલ, અજમલભાઈ, કરશનભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ પટેલ, ડીસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, અન્ય આગેવાનો, ડેરીના ડીરેક્ટરો હાજર રહ્યા હતા.

ડેરીનો એક વર્ષ પૂર્ણ ૨૦૮ કરોડનું દેવું ઓછું કર્યું- મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તનને એક વર્ષ પૂર્ણ થતાં દૂધસાગર ડેરી હોલ ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીમાં શાસન પરિવર્તનના એક વર્ષ પૂર્ણ અને નવીન ચેરમેન અશોક ચૌધરીના શાસનમાં એક વર્ષમાં કરેલા પશુપાલકો લક્ષી કામોના લેખાજાેખા બેઠકમાં રજૂ કરાયા હતા.

જેમાં સૌથી મહત્ત્વનું દૂધસાગર ડેરીના ઈતિહાસમાં પ્રથમવાર પાંચ જાન્યુઆરીએ એક જ દિવસમાં ૨૪.૯૫ લાખ લીટરની સૌથી વધુ આવક નોંધાઈ છે. પશુપાલકોને પ્રોત્સાહિત કરવા ૬ અને ૬.૫ ટકા દરે પશુ ખરીદી લોન અને તેના માટે ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

તો વળી ૨૦૮ કરોડની દૂધસાગર ડેરી લોનમાં ઘટાડો થયો છે. આ સાથે દૂધસાગર ડેરીએ ભેળસેળ અટકાવવા માટે પ્રથમ તબક્કામાં ૫૦૦ જેટલી દૂધ મંડળીઓ દૂધ ભેળસેળ ચકાસણી મશીનો મુકવાનો બેઠકમાં પશુપાલકો અને ગ્રાહકો સહિત ડેરીના હીતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ અશોક ચાઐધરીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.