Western Times News

Gujarati News

ડીસાની સબજેલમાં ૨૩ કેદીઓમાંથી ૧૫ને કોરોના

પાલનપુર, બનાસકાંઠામાં ગુરુવારે ૭૫ નવા કેસ આવ્યા હતા. જેમાં પાલનપુરના ૩૭, ડિસામાં ૧૭, ધાનેરા ૬, દાંતીવાડા ૪, થરાદ સુઈગામ લાખણી અને દિયોદરમાં ૨-૨ જ્યારે કાંકરેજ વડગામ, દાતા અને ભાભરમાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૯૫ થઈ ગઈ છે.

જેમાં સૌથી વધુ પાલનપુરમાં ૧૦૦ અને ડીસામાં ૪૧ છે. ડીસા સબ જેલમાં કેદીઓને શરદી અને તાવની અસર જાેવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૩ કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫ કેદીને એક સાથે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

ડીસાની મામલતદાર ક્ચેરી કમ્પાઉન્ડમાં આવેલ સબ જેલમાં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેદીને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સબજેલ ખાતે આવેલ ૨૩ કેદીઓને રેપિડ ટેસ્ટ કરતાં ૧૫ પોઝિટિવ આવ્યા હતા.

ડીસ્ટ્રીક્ટ એપેડેમીક ઓફીસર ડો.નરેશ ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લામાં ૧૪ તાલુકાઓમાંથી સેમ્પલ લેવામાં કામગીરી ચાલી રહી છે. જેમાં ૪૦૪૬ આરટીપીસીઆર અને ૧૨૦૬ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. આ ઉપરાંત પ્રાઈવેટ લેબમાંથી સેમ્પલ આવ્યા હતા. જે મળી કુલ ૭૫ પોઝિટિવ આવ્યા છે.

ડીસામાં લોકઅપ રૂમમાં કેદીની અગમ્ય કારણોસર આત્મહત્યા

ડીસા શહેરમાં ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ અગાઉ ઉત્તર પોલીસે ચોરીના કેસમાં એક આરોપીની અટકાયત કરી હતી. જે ચોરીના કેસમાં લાવેલ આરોપીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી દેતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દીપસિંગ લખસિંગ ચૌહાણ (રહે.જશઈ, બાડમેર ઉ.વર્ષ.૨૩)ની બે દિવસ અગાઉ ચોરીના કેસમાં ઉત્તર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે આરોપીએ ગત રાત્રીના સુમારે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

ત્યારે આરોપીએ અકાળે જીવન લીલા સંકેલી લીધાની ઘટના બનતા પોલીસ મથકે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ચકચારી આત્મહત્યાને લઇ ડીવાયએસપી સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસે આત્મહત્યા કરનાર આરોપીની લાશને પી.એમ.અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.