સુરતના કોસાડમાં ગેરકાયદે ૩૫ દુકાનો સીલ કરવામાં આવી
સુરત, સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો. કોસાડ આવાસમાં શોપિંગ કોમ્પ્લેક્ષમાં ૪૪ જેટલી દુકાનો બનાવવામાં આવી હતી. જે પૈકી ત્રણ દુકાન કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે ફાળવવામાં આવી હતી.
પરંતુ જ્યારે પાલિકાની ટીમે તપાસ કરી ત્યારે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા તેના ઉપર કબજાે મેળવી લેવાયો હતો. ટાઉન પ્લાનિંગની ટીમ ત્યાં પહોંચી તો આશ્ચર્યજનક સ્થિતિ જાેવા મળી કે સત્તાવાર રીતે ન ફાળવેલી દુકાનોમાં પણ બિનઅધિકૃત રીતે કેટલાક સમયે કબજાે જમાવી દીધો હતો.
કોસાડ શોપિંગ સેન્ટરની અંદર વિભાગ દ્વારા ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર રીતે જેમણે દુકાનોમાં કબજાે કરી લીધો હતો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનોની અંદર ગેરકાયદેસર રીતે જીમ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
બિલ્ડીંગ મટીરીયલ તેમજ વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો દ્વારા આખા કોમ્પ્લેક્સ અને બિનઅધિકૃત રીતે કબજામાં લઈ લીધું હોય તે પ્રકારની સ્થિતિ જાેવા મળી હતી.
કાર્યપાલક એન્જિનિયર એન. ઝેડ. ગણેશવાલાએ જણાવ્યું કે, કોસાડ આવાસના શોપિંગ સેન્ટરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને દુકાનોમાં ધંધો વેપાર શરૂ કરી દીધો છે.
કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે પણ જેમને દુકાનો આપી હતી તેને બદલે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક અસરથી તમામ દુકાનોને સીલ કરવામાં આવી કેમ્પસની અંદર પણ ઘણી બધી ખાણીપીણીની લારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સીલ કરવાની કામગીરી દરમિયાન એસઆરપીના ૨૫ જવાનો સ્થાનિક પોલીસના પંદર જવાનો તેમજ અન્ય સ્ટાફ સાથે લઈને આ કામગીરી કરવામાં આવી હતી.HS