Western Times News

Gujarati News

સમસ્ત અગરિયા સમુદાય દ્વારા મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખને રજુઆત કરવામાં આવી

ગાંધીનગર, કચ્છના નાના રણમાં ઉદ્યોગ કમિશનર ગાંધીનગર દ્વારા અગરિયાઓને આપવામાં આવતી સોલાર મોટર પંપ કીટની સબસીડી સહાયમાં ખૂબ મોટો ગેરરીતિઓ થઈ હોવાથી સબસીડીની રકમનું ચુકવણું તપાસ પૂર્ણ થયા બાદ જ ચૂકવવામાં આવે તેવા આદેશો કરવા કરવાની માંગ સાથે સમસ્ત અગરિયા સમુદાય દ્વારા મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખને રજુઆત કરાઈ છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, કચ્છના નાના રણમાં મીઠું પકવતા પરંપરાગત અગરિયાઓનાના ઉત્થાન માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક સ્થાનિક એન.જી.ઓ. જિલ્લા શ્રમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લેભાગુ તત્વો સાથે મળીને ખોટા લેબર કાર્ડ બનાવી સોલાર મોટર પંપ મેળવી લીધેલ છે.

જે અંગે અગરિયા સમુદાય અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારને અનેક વખત લેખિત રજૂઆતો તેમજ ધારાસભ્ય અને સરકારના શ્રમ વિભાગ તથા ઉદ્યોગ કમિશ્નરને કરી હોવા છતાં સરકાર દ્વારા અમારી રજૂઆત અન્વયે કોઈ તપાસના આદેશો કરવામાં આવતા નથી.

વધુમાં જણાવ્યું હતું કે આ કૌભાંડની તલ સ્પર્શી તપાસ કરી કચ્છના નાના રણમાં પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓને ન્યાય મળે એ અંગે અમારી આપને રજૂઆત છે ને કે તાજેતરમાં બનાસકાંઠાના નાના રણમાં આવા ૭૮ જેટલા નકલી અગરિયાઓની વન વિભાગે સોલર પેનલો પણ જપ્ત કરીને આવા નકલી અગરિયાઓ ઉપર ફરિયાદ પણ દાખલ કરેલ છે.

સાચા અગરિયાઓને જેના કારણે સોલાર મોટર પંપ પણ તેમજ સરકારની કલ્યાણકારી યોજનાકીય લાભોથી કાયમ વંચિત રહ્યો છે. રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરીયાઓની સંખ્યા અને સરકારના ચોપડા ઉપર બોલતા અગરિયાઓ સંખ્યામાં ખૂબ જ મોટા આંકડાનો તફાવત છે જેના ઉપરથી ફલિત થાય છે જ કે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય કાગળ ઉપર બની બેઠેલા અગરિયાઓ સુધી જ પહોંચે છે.

આ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર વિવાદિતમા મોરબી, પાટણ કચ્છ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક વચેટીયાઓ દ્વારા સરકારની સોલર સબસીડીની સહાય ચુકવવાની પેરવીઓ પાછલા બારણે ચલાવી રહ્યા છે.એ અટકાવવા તાત્કાલિક અસરથી આ સોલર સબસીડીની ૮૦% સહાયની રકમ જાે આ તપાસ ચાલુ હોય એ દરમિયાન યેનકેન પ્રકારે મેળવીને સરકારી નાણાનો ખોટો વ્યય અને દુરઉપયોગ થવાની પૂરે પૂરી સંભાવનાઓ રહેલી છે.

ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા કેગના અહેવાલોમાં પણ અગરિયાઓની સંખ્યાની વિસંગતા હોવાનું “કેગે” પણ આ હકીકતની ગંભીર નોંધ વિધાનસભાના રીપોર્ટમાં નોંધ લીધેલ છે.

કચ્છના નાના રણમાં ૬૦,૦૦૦ હજાર અગરિયા શ્રમિકો છે. જેમાં સરકારના શ્રમ વિભાગના આંકડામાં ઘણી બધી વિસંગતાઓ જણાય માટે આપને ફરીવાર આ ભ્રષ્ટાચારની ગેરરીતી ઓ ની જ્યાં સુધી સરકાર દ્વારા તટસ્થ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સબસીડી ની સહાયનું ચુકવણું ન કરવામાં આવે તે બાબતે સરકારના ઉદ્યોગ કમિશ્નર શ્રી ને દરેક જિલ્લા કેન્દ્ર ને આ બાબત ની અમલવારી કરવા સ્પસ્ટ નિર્દેશ આપવા યોગ્ય કરશો.

અને અગરિયાઓની સહાય ખોટી રીતે ઓળવી જનાર ઇસમો અને મદદગાર વહીવટી તંત્ર પાસેથી આ સોલર સબસીડીની તત્કાલ રિકવરી કરીને કચ્છના નાના રણમાં મીઠું પકવીને કાળી મજુરી કરીને પોતાનું જીવન ગુજારતા પરંપરાગત અગરિયાની પોતાનો હક્ક આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.