Western Times News

Gujarati News

અંબાજી મંદિર તા.૧થી ગાઈડલાઈનને અનુસરીને ખોલવામાં આવશે

(પ્રતિનિધિ) અંબાજી,૨૯/૦૧/૨૦૨૨ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ તેના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાઓ સંદર્ભે ગુજરાત સરકારના તા .૧૧ / ૧ / ૨૦૨૨ અને તા . ૨૧ / ૧ / ૨૦૨૨ ના નિયંત્રણો અન્વયે અંબાજી મંદિર , ગબ્બર મંદિર તથા પેટા મંદિરો તા .૩૧ / ૦૧ / ૨૦૨૨ સુધી દર્શન માટે બંધ રાખવામાં આવેલ . તા .૨૮ / ૦૧ / ૨૦૨૨ થી ગુજરાત સરકાર ગૃહવિભાગના હુકમ અન્વયે વિવિધ નિયંત્રણો તા ૨૮/૦૨/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે . જેમાં તમામ પ્રકારના રાજકીય , સામાજિક , શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ % ( મહત્તમ ૧૫૦ વ્યક્તિની મર્યાદામાં ) વ્યક્તિઓ એકત્રિત થઇ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવેલ છે . તેથી તા . ૦૧/૦૨/૨૦૨૨ ને મંગળવારથી નીચે મુજબની દર્શન વ્યવસ્થા શરુ કરી અંબાજી મંદિરના દર્શન કોવીડ ૧૯ ની ગાઈડલાઈનને અનુસરીને શરુ કરવામાં આવશે . યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ , બપોરે ૧૨ઃ૩૦ થી ૪ઃ૧૫ અને સાંજે ૭ઃ૦૦ થી ૯ઃ૦૦ કલાકનો રહેશે . . ટ્રસ્ટની વેબસાઈટ અથવા ૧૮ વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજીયાત ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે.

દેવસ્થાન www.ambajitemplebooking.in www.ambajitemple ઉપર ૧૮ વર્ષથી વધુ ઉંમરના દરેક દર્શનાર્થીએ વ્યક્તિદીઠ બુકિંગ કરવાનું રહેશે . ઉપરોક્ત વેબસાઈટ પર યાત્રિકે જે તારીખે દર્શન કરવાના હોય તે નાખવાની રહેશે . ત્યારબાદ ઉપલબ્ધ સ્લોટ અને ટાઈમ નિયત કરવાનો રહેશે.

યાત્રિકે પોતાનું નામ , મોબાઈલ નંબર , ઈ મેલ , આઈ ડી પ્રૂફ , જેવી વિગતો ભરવાની રહેશે . ત્યારબાદ વેક્સીનના બંને ડોઝ લીધા અંગેનું સર્ટિફિકેટ ફરજીયાત અપલોડ કરવાનું રહેશે . સફળતા પૂર્વક ઓનલાઇન બુકિંગ કર્યેથી દર્શન પાસ ઈ મેલ ઉપર તેમજ પી.ડી.એફ માં પ્રાપ્ત થશે . જે પાસ સોફ્ટકોપી અથવા હાર્ડ કોપીમાં દર્શન પ્રવેશ દ્વાર પર રજુ કરવાનો રહેશે .

૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિએ કોવીડ – ૧૯ રસીના બંને ડોઝ લીધેલ હશે તો અને તો જ દર્શન માટે પ્રવેશ મળશે . દરેક પ્રવેશાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક યાત્રિકે ( યાત્રી પ્લાઝા ) દર્શન પ્રવેશ સ્થળ ઉપર ઓનલાઈન દર્શન બુકિંગ પાસ અને વેકસીનના બે ડોઝ લીધા અંગેનું પ્રમાણપત્ર સોફ્ટકોપી અથવા હાર્ડકોપીમાં ફરજીયાત રજુ કરવાનું રહેશે .

૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક યાત્રિકે ફરજીયાત વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિદીઠ ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે . – ૧૫ વર્ષ થી ૧૮ વર્ષની ઉંમરના સગીરોએ પણ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . દર કલાકના ઓનલાઈન સ્લોટમાં વધુમાં વધુ કલાક દીઠ ૧૫૦ યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ મળી શકશે .

૧૫ વર્ષ થી નાના સગીર તેમજ બાળકોને પ્રવેશ સ્થળ ( યાત્રી પ્લાઝા ) ઉપર તાપમાન ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવશે . ૬૫ વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝન , દિવ્યાંગો અને નાના બાળકો પોતાના ઘરે જ રહી માતાજીની પૂજા અર્ચના કરે તેવી નમ્ર અપીલ છે .

હાલની આ પરિસ્થિતિમાં આપ સૌએ આપેલ સહકારને જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી બિરદાવે છે . તેમજ તા .૧ / ૨ / ૨૦૨૨ થી દર્શન માટે કરેલ વ્યવસ્થામાં આપ સૌ સહકાર આપો તેવી નમ્ર અપીલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.