Western Times News

Gujarati News

ગાંધીનગરના રીજીયોનલ ફાયર ઓફિસર મહેશ મોડ ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર રિજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડને ફાયર પ્લાન મંજૂર કરવાની અવેજીમાં ૫ લાખની લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યૂરો એ ઝડપી પાડતાં ચકચાર મચી છે.

ગાંધીનગરમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મોડની પ્રશંસનીય સેવાઓ ને ધ્યાને લઇન રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલો છે વર્ષ ૧૯૯૭થી ૨૦૦૨ દરમિયાન મહેશ મોડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા બાદમાં તે ઓની નિમણુક ગાંધીનગર ફાયર ઓફિસર તરીકે થઈ હતી પોતાની ફરજ દરમિયાન ભુજમાં ધરતીકંપ તેમજ અક્ષરધામ હુમલા સમયે મહેશ મોડે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

જેમની કામગીરીની નોંધ લઇને ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૩માં રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરાયો છે છેલ્લા ઘણા સમયથી મહેશ મોડ ગાંધીનગર મનપામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગાંધીનગર રિજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડે ફાયર પ્લાન મંજૂર કરાવવા માટે પાંચ લાખની લાંચ માગી હતી જે અન્વયે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ દાખલ કરી હતી જેના પગલે આજે ગાંધીનગરમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યુ હતુ જેમાં તેમના સાળાની પણ સંડોવણી હતી આ છટકામાં ગાંધીનગર રિજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડ આબાદ રીતે પાંચ લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.