સીરિયામાં US આર્મીના એટેકમાં 13 નાગરીકના મોત થયાનો દાવો

સીરિયા, અમેરિકી સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સે ગુરુવારે સવારે સીરિયામાં અલ કાયદાના લીડરને ટાર્ગેટ બનાવાનું અભિયાન ચલાવ્યું હતું. અમેરિકી રક્ષા વિભાગે જાણકારી આપી કે મિશન સફળ રહ્યું છે.
પરંતુ હવે ઘટનાસ્થળથી રિપોર્ટ આવી રહ્યા છે કે આ હુમલામાં બાળકો સહિત 13 નાગરિકોના જીવ ગયા, જ્યારે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વોશિંગ્ટન પોસ્ટની માહિતી અનુસાર, સીરિયામાં કામ કરનારા સિવિલ ડિફેન્સ ગ્રુપના વ્હાઈટ હેલ્મેટ્સે આ વાતની જાણકારી આપી છે કે તેમણે અત્યાર સુધી 13 મૃતદેહોને બહાર નિકાળ્યા છે. તેમાં 6 બાળકો અને 4 મહિલાઓના મૃતદેહો સામેલ છે. આ ગ્રુપે તે પણ જણાવ્યું કે તેમણે એક નાની બાળકીની સારવાર પણ કરી જેના સમગ્ર પરિવારનું આ હુમલામાં મોત થયું છે.
ઉત્તરી ઈદલિબ પ્રાન્તના નાગરિકોએ જણાવ્યું કે તેમણે રાત્રે આશરે 1 વાગે હેલિકોપ્ટર્સના અવાજ સાંભળ્યા અને ત્યાર બાદ યુદ્ધના અવાજો આવવા લાગ્યા. અમેરિકી કંમાડોઝ અડધી રાત્રે હેલિકોપ્ટરની મદદથી સીરિયાના અતમેહ ગામમાં ઉતર્યા. આ ગામ તુર્કીની સીમાની નજીક આવેલું છે. અહીં તેમણે એક ઘરને ઘેરીને તેના પર હુમલો કરી દીધો હતો.