Western Times News

Gujarati News

સૂટકેસમાંથી મળેલી લાશને લઇ ભયાનક ખુલાસો, સમલૈંગિક સંબંધમાં મોત મળ્યું

નવીદિલ્હી, રાજધાની દિલ્હીના સરોજિની નગર મેટ્રો સ્ટેશનની બહાર એક સૂટકેસમાંથી મળી આવેલી લાશ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે દિલ્હી પોલીસે આ કેસનું રહસ્ય ઉકેલવાનું શરૂ કર્યું તો ખુદ તપાસકર્તાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ખરેખરમાં આ મામલો હત્યાનો હતો પરંતુ સમલૈંગિક સંબંધોની સાથે બ્લેકમેલિંગનો એંગલ પણ સામે આવ્યો હતો. પોલીસે હવે આ કેસમાં એક વેપારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. સૂટકેસમાંથી મળેલા મૃતદેહની ઓળખ ૨૨ વર્ષીય યુવક તરીકે થઈ છે. યુવક વેપારીના ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.

પોલીસે જણાવ્યું કે દક્ષિણ દિલ્હીના એક પ્રખ્યાત વેપારીને તેના જ સેલ્સમેન સાથે સંબંધ હતો. થોડો સમય બધું બરાબર ચાલ્યું પણ થોડા સમય પછી સેલ્સમેને બિઝનેસમેનને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. તેણે તેની પાસેથી પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને વેપારીએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

યુવકની લાશ મળ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન છેલ્લી વખત યુવક વેપારી સાથે જાેવા મળ્યો હતો. આ પછી પોલીસે વેપારીની કડક પૂછપરછ કરી હતી. પહેલા તો તે વાર્તાઓ ઘડતો રહ્યો પણ આખરે ભાંગી પડ્યો અને પોલીસને આખી હકીકત જણાવી હતી.

વેપારીએ જણાવ્યું કે યુવક સાથે તેના શારીરિક સંબંધ હતા. આ દરમિયાન યુવકે વેપારી સાથે સંબંધ બનાવતી વખતે ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હતો. બાદમાં તેણે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી પરિવારને બતાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

વેપારીએ જણાવ્યું કે તે પરિણીત છે અને તેના બે બાળકો છે. બદનામીની વાતથી તે ડરી ગયો હતો અને યુવકે તેનો ફાયદો ઉઠાવીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

આ વાતની કંટાળી વેપારીએ યુવકની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે ૨૮ જાન્યુઆરીએ ખુર્જાથી તેના ભત્રીજા અને તેના મિત્રને બોલાવ્યા અને યુસુફ સરાયના એક ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા. આ પછી વેપારી યુવક સાથે ગેસ્ટ હાઉસ પહોંચ્યો હતો.

ત્યાં તેણે યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારપછી લાશને સૂટકેસમાં મૂકીને સરોજિની નગરના મેટ્રો સ્ટેશન પાસે ર્નિજન વિસ્તારમાં ફેંકી દીધી હતી. પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વેપારીએ જણાવ્યું કે તે ૧૯ જાન્યુઆરીએ જ યુવકને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પ્રજાસત્તાક દિવસને લઈને દિલ્હીમાં કડક સુરક્ષાના કારણે તે આમ કરી શક્યો નહી. કારણ કે પોલીસ ચેકિંગના કારણે તે મૃતદેહનો નિકાલ કરી શકે તેમ ન હતો. આ પછી તેણે ૨૬ જાન્યુઆરી સુધી જવાની રાહ જાેઈ અને પછી તેના ભત્રીજાને બોલાવીને યુવકની હત્યા કરી નાખી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.