Western Times News

Gujarati News

૧૦૦ થી ઓછા કેસ હોય તેવા જીલ્લા-તાલુકાની કોર્ટમાં ઓફલાઈન કામગીરી શરૂ કરવા લેવાયો નિર્ણય

(એજન્સી) અમદાવાદ, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટી રહયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજયની તમામ જીલ્લા કોર્ટમાં ઓફલાઈન કામગીરી શરૂ કરવા પરવાનગી આપી છે. ૮ મનપા વિસ્તાર સિવાયની તમામ કોર્ટ હવે રાબેતા મુજબ શરૂ કરી શકશે. દરેક કોર્ટમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. જે જીલ્લામાં ૧૦૦થી વધારે કેસો હોય ત્યાં ઓનલાઈન કામગીરી કરવા હાઈકોર્ટે સકર્યુલર કર્યો છે.

જયારે ૧૦૦થી ઓછા કેસ હોય તેવા સુરેન્દ્રનગર, વલસાડ અને તાપી જીલ્લાની અમુક અદાલતોમાં ફીઝીકલ હિયરીંગ શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર જીલ્લાની મુળી, સાયલા, પાટડી, થાનગઢ, તાલુકાની અદાલતો ફીઝીકલ હિયરીંગ માટે શરૂ થશે.

આગામી દિવસોમાં કોરોનાના કેસ ઘટતા ફરી બધી કોર્ટ શરૂ થશે. જેમાં ૮ મનપા સિવાયની તમામ કોર્ટને રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ધીરે ધીરે હવે દરેક પ્રતિબંધ હટી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.