Western Times News

Gujarati News

રસ્તાની બાજુએ આડેધડ પાર્ક કરાયેલા જુનાં વાહનો ઉપાડવા ઝુંબેશ હાથ ધરાશે

અમદાવાદ, એએમસી દ્વારા રોડની બાજુ પર આડેધડ પાર્ક કરાયેલા જુના વાહનો ઉઠાવવામાં આવશે. આ હેતુસર પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફીકની મોટી સમસ્યા છે.

રોડ પર પડેલા વાહનો બેફામ પાર્કીગ અને ગેરકાયદેસર દબાણોના કારણે રોડ નાનો થઈ જાય છે. અને ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. સ્ટેન્ડીગ કમીટીમાં સભ્યોએ ફરીયાદ કરી હતી કે રોડ પર બંધ હાલતમાં ધુળ ખાધેલા વાહનો પાર્ક કરેલા હોય છે.

આવા વાહનો ને દૂર કરી અને ત્યાંથી જગ્યા ખાલી કરાવવા આવે તો ટ્રાફીકની સમસ્યા દૂર થઈ શકે છે જેથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને પોલીસે સાથે મળી અને કામગીરીની ઝુંબેશ ઉપાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.