જલગાવમાં પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરાઇ
મુંબઇ, મહારાષ્ટ્રના જલગાવમાં ભાજપના કોર્પોરેટર સહિત પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. આ મામલામાં ત્રણ આરોપીઓએ શરણાગતિ સ્વીકારી લીધી છે. પોલીસે હાલમાં આરોપીઓની પુછપરછ શરૂ કરી છે. બીજી બાજુ હત્યાકાંડના આ બનાવ બાદ ચારેબાજુ દહેશતનુ વાતાવરણ સર્જાઇ ગયુ છે. પોલીસ હાલમાં વધુ પુરાવા અને માહિતી એકત્રિત કરવામાં વ્યસ્ત છે.
પોલીસને મળેલી માહિતી મુજબ ત્રણ બન્દુકધારીએ ભાજપના કોર્પોરેટર રવિન્દ્ર ખરાત અને તેમંના પરિવારના સભ્યોની હત્યા કરી હતી. તમામની અંધાધુંધ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે કહ્યુ છે કે ખરાત અને તેમના પરિવારના સભ્યોની રવિવારની રાત્રે તેમના ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. બન્દુકધારી હુમલો કરીને ફરાર થઇ ગયાહતા. પોલીસે વિગત આપતા કહ્યુ છે કે હુમલાખોરોની પાસે દેશી પિસ્તોલ હતી. ખરાતના ઘરમાં ઘુસી ગયા બાદ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. બનાવમાં ઉપયોગ કરવામાં આવેલા હત્યારો જપ્ત કરી લેવામાં આવ્યા છે. આરોપી પૈકીના ત્રણે શરણાગતિ મોડેથી સ્વીકારી લીધી છે.
ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. જા કે સારવાર દરમિયાન તેમનુ મોચ થયુ હતુ.ખરાત ઉપરાંત તેમના ભાઇ સુનિલ પુત્ર પ્રેમ સાગર અને રોહિતને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિનું પણ મોત થયુ છે. કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી શકે છે. ભાજપના કોર્પોરેટર અને પરિવારના અન્ય સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જા કે, તેમના નામ જાહેર કરાયા નથી. બીજી બાજુ આ હુમલામાં ભાજપના કોર્પોરેટર અને પરિવારના અન્ય સભ્યો જે મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે તેમાં ૫૫ વર્ષીય રવિન્દ્ર ખરાત, તેમના ભાઈ સુનિલ, પુત્ર પ્રેમસાગર અને રોહિતનો સમાવેશ થાય છે.