Western Times News

Gujarati News

અરુણાચલના સરહદી ક્ષેત્રોમાં અમેરિકી તોપ ગોઠવવા તૈયારી

૧૪૫ એમ ૭૭૭ ખરીદવા માટે અમેરિકા સાથે ૫૦૭૦ કરોડની સમજૂતિ: કુલ ૨૫ તોપો ભારતને પૂર્ણ રીતે મળશે

નવીદિલ્હી, અરુણાચલ પ્રદેશમાં ચીનની સાથે વાસ્તવિક અંકુશરેખા ઉપર ભારત પોતાના તોપખાનાની તાકાતને વધારવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આના માટે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી એમ૭૭૭ અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર તોપો તૈનાત કરવામાં આવનાર છે. અમેરિકા પાસેથી હાલમાં ૧૪૫ એમ ૭૭૭ તોપ ખરીદવામાં આવી રહી છે.

સેનાના લડાખના ઉત્તરીય સેક્ટર અને અરુણાચલ પ્રદેશમાં પૂર્વીય સેક્ટરમાં આ તોપની તૈનાતી કરવામાં આવનાર છે. અધિકારીઓના કહેવા મુજબ પૂર્વીય અરુણાચલ પ્રદેશમાં તૈનાત આર્ટીલરી રેઝિમેન્ટને એમ ૭૭૭ ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આ તોપથી સેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. આને વર્ષના અંત સુધી તૈનાત કરી દેવામાં આવનાર છે. ભારતે નવેમ્બર ૨૦૧૬માં ૧૪૫ એમ ૭૭૭ ખરીદવા માટે અમેરિકા સાથે ૫૦૭૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આમાથી ૨૫ તોપ સંપૂર્ણપણે તૈયાર સ્થિતિમાં આપવામાં આવનાર છે જ્યારે બાકીની ૧૨૦ તોપોના એસેમ્બલિંગની પ્રક્રિયા ભારતમાં મહિન્દ્રાની સાથે પાર્ટનરશીપમાં કરવામાં આવનાર છે.

અમેરિકી સેનાએ પાકિસ્તાન અને ઇરાકના યુદ્ધમાં એમ ૭૭૭ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તોપથી ભારતને અરુણાચલ પ્રદેશ અને લડાખમાં પોતાની સરહદને સુરક્ષિત કરવામાં મદદ મળશે. આ તોપ હેલિકોપ્ટર મારફતે એલએસી નજીક લઇ જવામાં આવશે. બોફોર્સ પર તૈનાત અન્ય એક મહત્વપૂર્ણ તોપ બોફોર્સને માર્ગોના રસ્તે એક સ્થાનથી બીજી જગ્યાએ લઇ જવાની ફરજ પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સેનાએ અરુણાચલ પ્રદેશમાં એલએસી પર બોફોર્સ તોપના ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી નડી રહી છે.

કારણ કે, આ ક્ષેત્રમાં માર્ગો વધારે પહોળા નથી. રસ્તા સંકુચિત હોવાના કારણે મુશ્કેલી
નડી રહી છે. આ મુશ્કેલીથી બહાર આવવા માટે તોપને તેના વાહનથી અલગ કરીને લઇ જવી પડશે. બોફોર્સ તોપનું વજન તેના વાહનોની સાથે ૩૦થી ૪૦ ટન હોય છે. સેના ૧૦૫ એમએમ જેવી ઓછી કેલિબરની તોપને બહાર કરી રહી છે. તેના સ્થાને વધારે ક્ષમતા ધરાવનાર તોપ લાવવામાં આવી રહી છે. સેનાએ હથિયારો અંગે માહિતી મેળવનાર રડાર સ્વાતિને દેશમાં જ વિકસિત કરી છે. આનાથી ચીન તરફથી થનાર ખતરાને રોકી શકાશે. સાથે સાથે આની ઉપયોગિતા પણ અનેકગણી રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.