કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા પહેલાં વધુ એક નવા રોગની એન્ટ્રી
કોચ્ચી, ભારતમાં કોરોના વાયરસ સંકટનો કાળ પંજાે ફેલાયેલો છે એવા સમય દરમિયાન તાવ સંબંધિત વધુ એક નવો રોગ સામે આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરનો ફફડાટ હજુ ઘટ્યો નથી એવામાં કેરળના વાયનાડ જિલ્લામાં મંકી ફીવરનો મામલો સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી.
કેરળના વાયનાડ જિલ્લાની થિરુનેલ્લી ગ્રામ પંચાયત હેઠળની પનવેલી આદિવાસી વસાહતમાં એક ૨૪ વર્ષીય વ્યક્તિ ક્યાસનુર ફોરેસ્ટ ડિસીઝ થી પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જેને બોલચાલની ભાષામાં ‘મંકી ફીવર’ તરીકે ઓળખાય છે.
જિલ્લા ચિકિત્સા અધિકારી ડો.સકીનાએ જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓએ પહેલેથી જ મોસમી તાવ અંગે એલર્ટ જારી કરી સ્થાનિક લોકોને સતર્ક રહેવા હાકલ કરી હતી. આ વર્ષે કેરળમાં મંકી ફીવરનો આ પહેલો કેસ છે. આ રોગનો વાયરસ ‘હ્લઙ્મટ્ઠદૃૈદૃૈિૈઙ્ઘટ્ઠી ફૈિેજ’ પરિવારમાંથી આવે છે. આ રોગ વાંદરાઓથી મનુષ્યમાં ફેલાય છે.
ડૉ. સકીનાએ જણાવ્યું કે મંકી ફીવરથી પીડિત એક યુવકને મનંથવાડી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. હાલ તે યુવકની હાલત સ્થિર છે અને હજુ સુધી મંકી ફીવરનો બીજાે કોઈ કેસ સામે આવ્યો નથી.છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૭૦૮૪ નવા કેસ નોંધાયા છે, જે ૯ ફેબ્રુઆરી કરતા ૬ ટકા ઓછા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨૪૧ મૃત્યુ નોંધાયા છે. ભારતમાં હાલમાં સક્રિય કેસ ૭,૯૦,૭૮૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૭,૮૮૨ લોકો કોરોનાથી સાજા થયા છે.HS