Western Times News

Gujarati News

યુપીમાં પ્રથમ તબક્કાની ૫૮ બેઠકો પર મતદાન ,યુવાનો અને મહિલાઓમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું. કોરોનાને કારણે ચૂંટણી પંચે મતદાન માટે ૧ કલાકનો સમય લંબાવ્યો હતો. પ્રથમ તબક્કામાં ૬૨૩ ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યો છે.

પ્રથમ તબક્કામાં ૮૯૮ વિસ્તારો અને ૫૫૩૫ મતદાન કેન્દ્રોને સંવેદનશીલ રાખવામાં આવ્યા હતાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પત્ની રામવતી દેવીએ પોતાનો મત આપ્યો. કલ્યાણ સિંહનું ગત વર્ષે ૨૧ ઓગસ્ટે લખનૌમાં અવસાન થયું હતું.સવારે ભારે ઠંડી અને ધુમ્મસને કારણે મતદાન ધીમુ રહ્યું હતું જયારે બપોરે મતદાનમાં વધારો થયો હતો.

મતદાન દરમિયાન પ્રથમવાર મતદાન કરનાર યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.વૃધ્ધોએ પણ મતદાનમાં ભાગ લઇ યુવાનોને ઉદાહરણ પુરૂ પાડયુ હતું. કેટલાક સ્થાનો પર મતદારોની લાઇનો જાેવા મળી હતી આ ઉપરાંત કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી જવાની ફરિયાદો મળી હતી જાે કે ચુંટણી પંચ દ્વારા ઇવીએમ મશીન બદલીને ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું કેટલાક મતદાન મથકો પર સપા અને ભાજપના કાર્યકરો વચ્ચે મારપિટના અહેવાલો છે.

ભાજપના ધારાસભ્ય અને ઉમેદવાર અનિલ પરાશરે લિગાડની કોલ સીટ પર પોતાનો મત આપ્યો. લોઢા વિસ્તારમાં, ડીએમ અને એસએસપીએ ભારે પોલીસ બળ સાથે મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું. સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે પોલીસ પ્રશાસન આગરા જિલ્લાના એતમાદપુર વિધાનસભા ૮૬, બૂથ નંબર ૩૫૩, ૩૫૪ પર પોલિંગ એજન્ટોને બૂથમાં પ્રવેશતા અટકાવ્યા હતાં સપાએ ચૂંટણી પંચ અને ડીએમને નિષ્પક્ષ ચૂંટણી માટે સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી બાગપતમાં મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. અહીંની જૈન ઈન્ટર કોલેજમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા.

અહીં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો સપાએ ચુંટણી અધિકારીઓ પર મેરઠમાં વોટિંગ શરૂ ન કરવાનો આરોપ લગાવ્યો છે સપાએ ટિ્‌વટ કરીને કહ્યું કે, મેરઠની કિથોર-૪૬ વિધાનસભા સીટના બૂથ નંબર ૮૨ પર લાંબી કતાર લાગી ગઈ છે પરંતુ અધિકારીઓ વોટિંગ શરૂ કરાવ્યું ન હતું મુઝફ્ફરનગરના ઈસ્લામિયા ઈન્ટર કોલેજ પોલિંગ બૂથ પર ઈવીએમ ફેલ થવાના કારણે અહીં મતદાન ૧ કલાક મોડું શરૂ થયું હતું.

બીજેપી સાંસદ રાકુમાર ચાહરે આગ્રાના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે, આ લોકશાહીનો મોટો તહેવાર છે. હું બધાને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરું છું.

વોટિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદીએ જનતાને કોવિડ નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને કોવિડના નિયમોનું પાલન કરીને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. યાદ રાખો – પહેલા મતદાન, પછી નાસ્તો!

રાજનાથ સિંહે કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં સૌથી મોટું દાન મતદાન છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને નવા ઉત્તર પ્રદેશના નિર્માણમાં ભાગ લે.

જેપી નડ્ડાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના મહાન લોકોએ યુપીને ઉત્તર પ્રદેશ બનતું જાેયું છે. અહીં સુશાસનની સરકાર વહિવટી તંત્રમાં સુધારો કરતી જાેવા મળી છે. આજે તમારી પાસે રાજ્યની પ્રગતિ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ જાળવી રાખવાની સુવર્ણ તક છે. હું તમને બધાને વિનંતી કરું છું, કૃપા કરીને તમારા મતાધિકારનો ઉપયોગ કરો.રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું, દેશને દરેક ડરથી મુક્ત કરો, બહાર આવો, વોટ કરો.

મતદાન બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ જણવ્યું હતું કે પ્રથમ તબક્કાની ૫૮ બેઠકો પર અમારા પક્ષમાં મતદાન થયું છે.ભાજપના નેતાઓએ કહ્યું હતું કે ભાજપ પ્રથમ તબક્કાની મોટાભાગની બેઠકો પર જીત હાંસલ કરશે મતદારોએ એકવાર ફરી ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું.

જયારે સપાના નેતાઓએ કહ્યું હતું કે મતદારોએ પ્રથમ તબક્કામાં ભાજપની વિરૂધ્ધ મતદાન કર્યું છે અને યોગી સરકાર પ્રથમ તબક્કામાં પાછળ રહી ગઇ છે અને આગામી તબક્કામાં પણ મતદારો ભાજપની વિરૂધ્ધ જ મતદાન કરશે યુપીના મતદારો ભાજપને નકારી દેશે.ભાજપ હંમેશા કોમવાદી વાતો કરીને લોકોને ભ્રમમાં રાખે છે મતદારો આવખતે સમજી ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.