Western Times News

Gujarati News

યુક્રેનની સરહદ પર બોમ્બ વરસાવશે રશિયા: બ્લેક સીમાં પણ જંગી યુદ્ધ જહાજો કર્યા તૈનાત

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. યુક્રેનના સમર્થનમાં કૂદેલા નાટોની ઘેરાબંદીને જાેતા રશિયાએ પણ બ્લેક સીમાં જંગી યુદ્ધ જહાજાેની વધારી દીધી છે.

યુક્રેન બોર્ડ પર રશિયાએ સૈનિકો, મિસાઈલો, ટેંક, તોપ અને સૈન્ય વાહનોને ખડકી દીધા છે ત્યારે યુક્રેનએ પણ રશિયાની તૈયારીઓને જાેતા અમેરિકા પાસેથી ટર્મિનલ હાઈ એલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમ એટલે કે થાડને તૈનાત કરવાની માંગણી કરી છે. અમેરિકાની થાડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ બેલેસ્ટીક મિસાઈલની સાથે સાથે દુશ્મનોના યુદ્ધ વિમાન અને હેલિકોપ્ટરને તોડી પાડવામાં સક્ષમ છે.

રશિયાની સરકી સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી કહ્યું છે કે યુક્રેનના ખાર્કોવની પાસે થાડ એન્ટી બેલેસ્ટીક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને તૈનાત કરવાની વિનંતી કરી છે. થાડનું છદ્ગ-્‌ઁરૂ-૨ રડાર રશિયન હવાઈ ક્ષેત્રના એક મોટા ભાગ પર નજર રાખવામાં સક્ષમ છે. આ રડાર યુક્રેન, નાટો અને અમેરિકાને રશિયાની એક હજાર કિલોમીટર સુધી હવાઈ હલચલની જાણકારી આપવામાં સક્ષમ હશે..

યુક્રેન સાથે યુદ્ધ જેવા માહોલની વચ્ચે રશિયાએ બેલારૂસમાં આગામી ૧૦ દિવસ સુધી જાેરદાર યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. બેલારૂસમાં આ યુદ્ધાભ્યાસ યુક્રેનની સરહદની ખુબ જ નજીક ચાલી રહ્યો છે. સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રશિયા અને બેલારૂસ આ અભ્યાસ દ્વારા યુક્રેન અને પશ્ચિમની દેશોને તે સંદેશ આપવા માંગે છે કે તેઓ યુદ્ધને લઈને કેટલા ગંભીર છે. આ યુદ્ધાભ્યાસમાં રશિયાના ૩૦ હજાર સૈનિકો..

એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ અને ૧૨ સુખોઈ-૩૫ ફાઈટલ જેટ સામેલ છે. રશિયાએ આ મહાભ્યાસ માટે મધ્ય જાન્યુઆરી મહિનામાં પોતાના સૈનિકોને બેલારૂસ મોકલી દીધા હતા.

આ અભ્યાસને એલાઈડ રિસોલ્વ નામ આપવામાં આવ્યું છે. આ અભ્યાસના મહત્વનો અંદાજાે તે વાત પરથી લગાવી શકાય છે કે નાટો મુજબ શીતયુદ્ધ બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો રશિયાએ તૈનાત કર્યા છે. રશિયન સેનાની આ તૈનાતી એવા સમયે છે કે જ્યારે તેણે એક લાખથી વધુ સૈનિકોને યુક્રેનની સરહદ પર તૈનાત કરી રાખ્યા છે. યુદ્ધાભ્યાસ દરમિયાન રશિયા અને બેલારૂસ પોતાની હવાઈ તાકાતનું પ્રદર્શન કરશે. સાથે જ કોઈ પાડોશી નાટો દેશના હુમલાના જવાબમાં જમીની કાર્યવાહીનો પણ અભ્યાસ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.