Western Times News

Gujarati News

અભ્યાસ પૂર્ણ કરવા માટે ૫૦ વર્ષની વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં ૫૦ વર્ષના વ્યક્તિએ ૩૨ વર્ષ બાદ મેડિકલનો અધૂરો અભ્યાસ પૂરો કરવા માટેની અરજી કરી છે. શિક્ષણ માટે ક્યારેય ઉંમર બાધારૂપ બનતી નથી, પરંતુ મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડે છે, તેમજ તેમાં વિશેષ પ્રકારની કુશળતાની પણ જરૂર પડે છે.

૫૦ વર્ષના વ્યક્તિએ મેડિકલના અભ્યાસ માટે અરજી કરતાં હાઈકોર્ટે પણ તેને સવાલ કર્યો હતો. કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટકોર કરી હતી કે, ‘મેડિકલ ક્ષેત્રમાં વ્યક્તિના જીવન સાથે પનારો પડતો હોય છે.

તેથી, આ ઉંમરે તમારા માટે અભ્યાસ અને ઈન્ટર્નશિપ કરવી શક્ય થશે ખરી?’. અરજદારે ૩૨ વર્ષ પહેલા બીજુ વર્ષ પૂર્ણ કર્યા બાદ મેડિકલ કોર્સમાં આટલા વર્ષ બાદ તેમને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે તેવી માગ કરી છે. આ મામલે આગામી અઠવાડિયે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ૩૨ વર્ષ બાદ આ રીતે અધૂરો રહી ગયેલો MBBSનો અભ્યાસ પૂરો કરવા માટે સીધા ત્રીજા જ વર્ષમાં પ્રવેશ મેળવવાનો દાવો યોગ્ય બાબત નથી. ભણતરમાં ઉંમર બાધારૂપ નથી.

પરંતુ, ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર, જેમાં લોકોના જીવન-મરણ સાથે જાેડાયેલી બાબત છે. જાે કોઈને ખોટુ ઈન્જેક્શન આપી દેવામાં આવે તો માણસનો જીવ પણ જઈ શકે છે. જાે અરજદાર પહેલા વર્ષથી મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છે તો તેઓ તે માટે આદેશ આપી શકે છે. પરંતુ તે માટે તેમને સો ટકા તૈયારી કરવી પડશે.

અરજદાર હાલ બિઝનેસ કરે છે. કોર્ટે તેમની ઉંમર જાેઈને પૂછ્યું હતું કે, શું તમે આ ઉંમરે નવા અભ્યાક્રમ અને નવી મેડિકલ ક્ષેત્રની ટેકનિક સાથેનો અભ્યાસ અને ત્યારબાદ જરૂરી ઈન્ટર્નશિપ વગેરે કરી શકશો?.આ ઉંમરે તો તમારો દીકરો MBBSનો એડમિશન લે તેવી સ્થિત છે.

અરજદારે ૧૯૮૪માં બરોડા મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. માર્ચ ૧૯૮૬માં MBBSના પહેલા વર્ષની પરીક્ષામાં પહેલા પ્રયાસે નપાસ થયા હતા. જાે કે, ૧૯૮૮માં તેમણે પરીક્ષા પાસ કરી હતી. જે બાદ અભ્યાસ પડતો મૂક્યો હતો. વર્ષ ૨૦૧૮માં પણ ગુજરાત હાઈકોર્ટમાં તેમણે અભ્યાસ પૂર્ણ કરવા માટે અરજી કરી હતી. તે સમયે મેડિકલ કાઉન્સિલમાં રજૂઆત કરવાની પરવાનગી આપી હતી.

જાે કે, નવા કાયદા પ્રમાણે હવે મેડિકલના અભ્યાસમાં પ્રવેશ મળે તો તે તારીખથી ૧૦ વર્ષ સુધીમાં તે પૂર્ણ કરવો જરૂરી બને છે. તેવી દલીલ નેશનલ મેડિકલ કમિશન તરફથી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.