Western Times News

Gujarati News

જામનગર શહેરના ખેડૂતોનો જીરાનો પાક સુકાઈ ગયો

જામનગર, જામનગર જિલ્લામાં ચાલુ શિયાળુ સીઝનમાં બેથી ત્રણ વખત માવઠાનો માર પડતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. ખેડરોમાં વાવેલા જીરાના પાકમાં ખાસી નુકશાની આવી છે.

જામનગરના જાેડીયા પંથકમાં આવેલા લીંબુડા ગામે ખેતરમાં ઉભેલા જીરાની હાલત બગડતા ખેડૂતો પણ અવઢવમાં મુકાયા છે. મહામહેનતે તૈયાર કરાયેલા પાક બગડતા ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહી છે. શિયાળાની સીઝન પૂર્ણ થવાને આરે છે ત્યારે જ શિયાળામાં જીરા ના પાકને માવઠા પડતા નુકસાન થયું છે. જેને લઈને જામનગર જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

જાેડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે જીરાના પાકમાં માવઠાના મારથી સારું ઉત્પાદન નથી થયું. જામનગર જિલ્લામાં ચોમાસા બાદ શિયાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો વારંવાર માહોલ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જામનગર જિલ્લાના જાેડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે ખેતરોમાં ઉભેલા જીરાના પાકને આ વર્ષે ઉપરા ઉપરી માવઠાઓ પડતા સારું ઉત્પાદન નથી આવ્યું.

લીંબુડા ગામે હાલ ખેતરમાં ઉભા છોડમાં જીરાના દાણા પણ ઓછા દેખાઈ રહ્યા છે અને કેટલોક ભાગ પણ બળીને ખાખ થઇ ગયો છે. એક તરફ શિયાળુ પાકમાં મોંઘાદાટ બિયારણ અને જંતુનાશક દવાઓ છંટકાવ કરી મહેનત મજૂરી કરતો જગતનો તાત મોટી આશે જીરાનો પાક આવ્યો હતો. જાેકે, ચોમાસામાં સૌ પ્રથમ વરસાદ ન વરસ્યો અને ચોમાસાના અંતે અતિવૃષ્ટિ થઈ ત્યાર બાદ શિયાળામાં પણ કમોસમી વરસાદ પડતા ઠાર ને બદલે જીરાના પાકને પાણી મળતા સારી ઉપજ થઈ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.