Western Times News

Gujarati News

સુરતમાં ૧૦ વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કરાઇ

સુરત, ગુજારાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ,સુરતમાં પણ ક્રાઇમનો રેસિંયો ખુબ વધી રહ્યો છે ,છેલ્લા ૧૫ દિવસની અંદર સુરતમાં અંદાજિત ૧૦ જેટલા મર્ડર થઇ ગયા છે,પોલીસ હાલ ગુનો રોકવા માટે કમરકસી રહી છેે, સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં એક ૧૦ વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાળકની હત્યા પાછળ માતા સાથેના પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતાઓને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

માસૂમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ એના ગળા અને માથા પર ઘાના નિશાન અને ગળું દબાવવા હોવાના નિશાન મળી આવ્યા છે. ઘટના સચિન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. માસૂમની અપહરણ બાદ હત્યા કરાઈ હતી,બાળકની ર્નિદયતાથી હત્યા કરનારને પકડી પાડવા પોલીસ ચારેય દિશાઓમાં કામ કરતી હોવાનું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનાર ૧૦ વર્ષીય માસૂમ બાળક હોવાનું અને પાલી ગામ સચિનમાં રહેતો હોવાનું હાલ જાણવા મળ્યું છે. માસૂમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ એના ગળા અને માથા પર ઘાના નિશાન અને ગળું દબાવવા હોવાના નિશાન મળી આવ્યા છે. ઘટના સચિન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. માસૂમની અપહરણ બાદ હત્યા કરાઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.