યુક્રેનની કટોકટી વચ્ચે રશિયા મોટા પાયે પરમાણુ કવાયત કરશે

File Photo
નવીદિલ્હી, રશિયન સેનાએ જાહેરાત કરી હતી કે તેના વ્યૂહાત્મક દળો મોટા પાયે કવાયત કરશે. રશિયા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાની પશ્ચિમી દેશોની આશંકા વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કવાયતની વ્યક્તિગત દેખરેખ કરશે. આ કવાયતમાં લાંબા અંતરની મિસાઈલોનો પણ સમાવેશ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન લશ્કરી કમાન્ડ અને સૈનિકોની તત્પરતા તેમજ તેના પરમાણુ અને પરંપરાગત શસ્ત્રોની વિશ્વસનીયતા ચકાસવા માટે આ કવાયતનું આયોજન અગાઉથી કરવામાં આવ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે એવા ઘણા સંકેતો છે કે રશિયા આગામી થોડા દિવસોમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. બિડેનની ટીપ્પણી રશિયા અને યુએસ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવી છે. આનાથી આશંકા વધી છે કે મોસ્કો યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. જાે કે રશિયાએ કહ્યું કે તેની યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના નથી.
બિડેને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમારી પાસે ઘણા સંકેતો છે કે તેઓ (રશિયા) યુક્રેનમાં પ્રવેશવા, યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર છે.” યુએસએ દાવાના કોઈ સંકેત જાેયા નથી. તેમણે કહ્યું કે યુએસ પાસે “માનવાનું કારણ છે કે રશિયા યુક્તિઓની વાત કરી રહ્યું છે જેથી તે અંદર જવા માટે બહાનું શોધી શકે.”HS