Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે સાક્ષરતા કાર્યક્રમને મંજૂરી આપી

નવીદિલ્હી, કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૨ અને ૨૦૨૧-૨૨ના તમામ મુદ્દાઓને કવર કરવા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ નિરક્ષર લોકોની સાથે તમામ ઉંમરના લોકોને મફતમાં શિક્ષણ મળશે.

શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે સરકારે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમને ૨૦૨૨થી ૨૦૨૭ સુધી મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે નવી યોજનામાં પ્રૌઢ શિક્ષણને બદલે હવે તમામ માટે શિક્ષણ એવું રાખવામાં આવ્યું છે. તમામ રાજ્યોના ૧૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના તમામ નિરીક્ષર લોકો આવશે.

આ યોજનામાં ફક્ત ભણતર જ નહીં પરંતુ બીજા પણ અનેક લાભ લોકોને મળશે. લોકોને નાગરિક નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, વાણિજ્યિક કૌશલ્યો, આરોગ્ય સંભાળ અને જાગૃતિ, બાળ સંભાળ અને શિક્ષણ અને કુટુંબ કલ્યાણ, સ્થાનિક રોજગારીનો લાભ મળશે. આ યોજનાનો અમલ ઓનલાઇન મોડ દ્વારા સ્વયંસેવા દ્વારા કરવામાં આવશે. સ્વયંસેવકોની તાલીમ, અભિગમ, વર્કશોપ ફેસ-ટુ-ફેસ મોડ દ્વારા યોજી શકાય છે.

ટીવી, રેડિયો, સેલ ફોન- આધારિત મફત/મુક્ત ઍક્સેસ જેવા તમામ કન્ટેન્ટ અને સંસાધનોને સરળતાથી સુલભ કરી શકાય તેવા ડિજિટલ મોડ્‌સની સરળ સુલભતા માટે. તે ઓપન-સોર્સ એપ્લિકેશન્સ અને પોર્ટલ વગેરે દ્વારા રજિસ્ટર્ડ સ્વયંસેવકોને ડિજિટલ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૧૫-૩૫ વર્ષના લોકોને પહેલા સાક્ષર કરવામાં આવશે અને ત્યાર બાદ ૩૫ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને શિક્ષણ આપવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.