૪૦ વર્ષથી ‘બગડાઓ’વાળી ચલણી નોટો સંગ્રહ કરવાનો અનોખો શોખ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, દરેક વ્યક્તિને જીવનમાં પોત-પોતાના ‘શોખ’ હોય છે. રોજીંદા જીવનથી હટીને આ શોખ પૂરો કરવા વ્યક્તિ સતત કાર્યશીલ રહે છે. જેમાં તેનેે વર્ષો પણે વીતી જતાં હોય છે. દરેકની અલગ અલગ ‘હોબી’ હોય છે. કો’કને મ્યુઝીકમાં, ડાન્સમાં કસરત કરવામાં, તો કોઈને અલગ અલગ ખાવાની ડીશમાં રસ હોય છે. દરેકના અલગ અલગ શોખ હોય છે. તેમાંથી ‘હટકે’ શોખ પણ જાેવા મળતો હોય છે.
નવાવાડજની વિવિધભારતી સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ પ્રકાશચંદ્ર સોનીને ચલણી નોટોના નંબરમાં આવતા બગડાવાળી નોટોનું કલેકશન કરવાનો શોખ છે. તેમનો આ શોખ અંગે તેઓને પૂછતા તેમણેે જણાવ્યુ હતુ કે છેલ્લા ૪૦ વર્ષથી ચલણી નેટોમાં આવતા ત્રણ બગડા, ચાર બગડા પાંચ બગડા તથા છ બગડાવાળી નોટોનું કલેકશન કરેલ છે.
વ્યવસાયેે વકીલ હોવાથી જે કોઈ વ્યક્તિ તેમની પાસે વ્યવસાયિક કામ માટે આવે તેમની પાસે ‘બગડાવાળી’ નોટ હોય તો તેમની અનુમતિથી એ નોટ મેળવી લેતા. છેલ્લા ૪૦ વર્ષથી ‘બગડાવાળી’ ચલણી નોટો તેમણે એક્ઠી કરેલી છે.
પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર આપણે ત્યાં બગડાનું મહત્ત્વ છે. જેમ કે રથના બે પૈડા, પતિ-પત્ની, સ્ત્રી-પુરૂષ, શંકર-પાર્વતીનો સમાવેશ થાય છે. બે આંકડાને તેઓ ‘લકી’ નંબર તરીકે પણ માને છે. હાલમાં તેમની પાસે બવડાવાળી ૬૯૩ નંગ અલગ અલગ દરની ચલણી નોટો છે. જેની કિંમત રૂા.૬૦,૪૩૦ છેે. જેમાં રૂા.ર૦૦૦, રૂા.પ૦૦, રૂા.ર૦૦, રૂા.૧૦૦, રૂા.પ૦, રૂા.ર૦, રૂા.૧૦, રૂા.પ નો સમાવેશ થાય છે.