Western Times News

Gujarati News

ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી- ભારતીય રિન્યૂએબલ પાવર ક્ષેત્રમાં એનો અનુભવ ઉમેરશે

RWE અને ટાટા પાવરે ભારતમાં ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સંભવિતતા ચકાસવા જોડાણ કર્યું

આ જોડાણનો ઉદ્દેશ સ્પર્ધાત્મક અને સતત ઓફશોર વિન્ડ બજારની સ્થાપનાને ટેકો આપવાનો છે

RWE ઓફશોર વિન્ડમાં 20 વર્ષના ટ્રેક રેકોર્ડમાંથી એની સઘન ટેકનિકલ અને વ્યવસાયિક કુશળતા પ્રદાન કરશે

RWE અને ટાટા પાવરે ભારતમાં સંયુક્તપણે ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સંભવિતતા ચકાસવા જોડાણ કર્યું છે. આ માટે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકીની એક ટાટા પાવરની 100 ટકા માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ અને ઓફશોર વિન્ડમાં દુનિયાની લીડર પૈકીની એક RWE રિન્યૂએબલ્સ GmbH વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) થયા છે. RWE and Tata Power collaborate to explore potential for development

ભારત ઓફશોર વિન્ડ માટે તકો વિકસાવવા વણખેડાયેલું અને અતિ આકર્ષક બજાર છે, કારણ કે દેશ આશરે 7,600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ અને RWE વચ્ચેના એમઓયુ ભારત સરકારની વર્ષ 2030 સુધીમાં 30 ગિગાવોટ(GW)ઓફશોર વિન્ડ ઇન્સ્ટોલેશન હાંસલ કરવાની જાહેરાતના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે, જે દેશમાં ઊર્જાની વધતી માગને પૂર્ણ કરશે.

RWEઅને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ પૂરક ક્ષમતા મેળવશે અને ભારતમાં સ્પર્ધાત્મક ઓફશોર વિન્ડ બજારની સ્થાપના કરવા સક્ષમ બનશે. આ જોડાણ વિશે ટાટા પાવરના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રવીર સિંહાએ કહ્યું કેઃ “RWE ટાટા પાવરની ઓફશોર વિન્ડ વ્યવસાય વધારવાની યોજનામાં આદર્શ પાર્ટનર છે.

અમારી યોજનાઓ એની ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સના સંચાલન અને કામગીરીમાં વૈશ્વિક કુશળતા પર આધારિત છે. ભારત સરકારે વીજળીની વધતી માગ પૂર્ણ કરવા ઓફશોર વિન્ડ ફાર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ જોડાણ વધારે મહત્વપૂર્ણ  બની ગયું છે.”

RWEનાં વિન્ડ ઓફશોરના સીઇઓ સ્વેન ઉટેર્મોહલેને સમજાવ્યું હતું કે: “ભારત ઉત્કૃષ્ટ વિન્ડ સંસાધનો ધરાવે છે, જે દેશની  ઊર્જાની વધતી માગને પૂર્ણ કરવામાં મદદરૂપ બની શકે છે. જો સ્પષ્ટ નિયમનો અને અસરકારક ટેન્ડર યોજના બનશે, તો  અમને અપેક્ષા છે કે, ભારતનાં ઓફશોર વિન્ડ ઉદ્યોગને ખરેખર વેગ મળશે. RWE આ વિકાસપ્રક્રિયામાં સહભાગી બનવા ઇચ્છે છે.”

સ્વેન યુટેર્મોહલેને ઉમેર્યું છે કેઃ “ટાટા પાવરસાથે અમે અમારી સાઇડ પર ઉત્કૃષ્ટ અને  અનુભવી પાર્ટનર ધરાવીએ છીએ, જે સ્થાનિક સ્તરે ઊંડા મૂળિયા ધરાવે છે અને ભારતમાં ઓફશોર વિન્ડની વૃદ્ધિને વેગ આપવા અમારી જેમ આકાંક્ષા ધરાવે છે. ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ વિકસાવવા, નિર્માણ કરવા અને કાર્યરત કરવામાં RWEના 20 વર્ષના ટ્રેક રેકોર્ડ સાથે સંયુક્તપણે અમે ઓફશોર વિન્ડમાંથી ભારતીય સમાજ માટે શક્ય એટલી સ્પર્ધાત્મક રીતે ગ્રીન એનર્જીનો પુરવઠો પૂરો પાડવાની સારી પોઝિશનમાં છીએ.”

ભારતમાં સ્પર્ધાત્મક અને સતત ઓફશોર વિન્ડ બજારની સ્થાપના

ભારત સરકારે તમિલનાડુ અને ગુજરાતના દરિયાકિનારાના ઓફશોર વિન્ડ માટે પ્રથમ હરાજી શરૂ કરવા નિયમનકારી માળખું બનાવવા અને ટેકનિકલ અભ્યાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઓફશોર વિન્ડ આ રાજ્યોમાં માળખાગત રોકાણમાં નોંધપાત્ર વધારો કરવાની સંભવિતતા ધરાવે છે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવામાં મદદરૂપ બનશે.

ભારતમાં ઓફશોર વિન્ડ બજાર સ્થાપિત કરવાની સુવિધા આપવા RWE અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ ટેકનિકલ અને વાણિજ્યિક સાઇટ આકારણી હાથ ધરશે. ઉપરાંત કંપનીઓ ભારતીય ઓફશોર વિન્ડ સપ્લાય ચેઇન તથા બંદરો અને ગ્રિડ કનેક્શન જેવા સહાયક માળખાનું મૂલ્યાંકન પણ કરી રહી છે, જેથી સ્થાનિક ક્ષમતાઓની અને જરૂરી વિકાસલક્ષી સંભવિતતાની ઓળખ થાય.

પાર્ટનર્સ વીજ ઉત્પાદનમાં કામગીરીનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે

જર્મનીનું RWE ગ્રૂપ વીજ ઉત્પાદનમાં 120 વર્ષથી વધારે સમયથી કામગીરી કરવાનો અનુભવ ધરાવે છે. 1898માં મ્યુનિસિપલ યુટિલિટી તરીકે સ્થાપિત RWE અત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જાઓમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપની છે. RWE પાંચ દેશોમાં 17 ઓફશોર વિન્ડ ફાર્મની કામગીરીમાંથી પ્રાપ્ત એની ટેકનિકલ અને વાણિજ્યિક કુશળતા પ્રદાન કરવા દ્રઢ છે તથા ભારતમાં ઓફશોર વિન્ડ સાથે વિશ્વના સૌથી વધુ અદ્યતન ઓફશોર વિન્ડ ફાર્મમાંથી કેટલાંકના વિકાસ અને નિર્માણ સાથે અગ્રેસર છે.

વર્ષ 2030 સુધીમાં RWE એની ઓફશોર વિન્ડ ક્ષમતા વધારીને હાલ 2.4 GWથી 8 GW એટલે કે લગભગ ત્રણ ગણી કરવાનો ઇરાદો ધરાવે છે (ક્ષમતા ફક્ત RWEનું જ પ્રતિનિધિત્વ કરે છે). વધુ વૃદ્ધિ માટે યુરોપ, ઉત્તર અમેરિકા અને ભારત સહિત એશિયા-પ્રશાંત વિસ્તારના આકર્ષક બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

RWEવર્ષ 2013થી ભારતમાં ઊર્જા ટ્રેડિંગમાં કામગીરી કરે છે. હવે કંપની ભારત અને યુરોપમાંથી અનુભવી ઓફશોર વિન્ડ નિષ્ણાતો સાથે ઓફિસમાં સ્ટાફ ધરાવશે. આ સેટ-અપ સ્થાપિત ઓફશોર બજારોમાંથી ભારતમાં જાણકારી હસ્તાંતરિત કરવા મદદરૂપ થશે, ખર્ચ ઘટાડવા તરફ દોરી જશે તથા ઓફશોર વિન્ડ ફાર્મનું નિર્માણ અને કામગીરી એમ બંને સલામત રીતે થશે અને ઉદ્યોગના ઊંચા ધારાધોરણોનું પાલન થશે.

ટાટા પાવર 100 વર્ષથી વધારે સમયથી કામગીરીનો બહોળો વારસો ધરાવે છે અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ દ્વારા કંપની સ્થાનિક વીજ બજાર અને નિયમન તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પુરવઠા સાંકળ, સત્તામંડળો અને સમુદાયોમાં હિતધારકના નેટવર્કની ઊંડી સમજણ આપશે, જેથી અસરકારક રીતે પ્રોજેક્ટ ડિલિવર થાય.

કંપની 4,909 MWની કુલ ક્ષમતા સાથે ભારતનાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે, જેમાંથી 1,854 MWની વીજક્ષમતા નિર્માણાધિન છે. ટાટા પાવર નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવે છે તેમજ જનરેશનથી ટ્રાન્સમિશનથી વિતરણ સુધીની વીજ ક્ષેત્રની સંપર્ણ મૂલ્ય સાંકળમાં તેની કામગીરી પથરાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.