Western Times News

Gujarati News

બ્રોમાઇન અને ઔદ્યોગિક મીઠાની નિકાસ કરતી કંપની આર્કીયન કેમિકલ IPO લાવશે

આર્કીયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝએ સેબીમાં DRHP ફાઇલ કર્યું

ડીઆરએચપી મુજબ, આઇપીઓના મુખ્ય મુદ્દા:

(1) ઇશ્યૂ – આર્કીયન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આર્કીયન” અથવા “કંપની”) ભારતમાં અગ્રણી સ્પેશિયાલ્ટી મેરિન કેમિકલ ઉત્પાદક છે. કંપનીએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે. Archean Chemical Industries Limited files DRHP with SEBI

આઇપીઓમાં રૂ. 10,000 મિલિયનના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”)તથા ઇન્ડિયા રિસર્જન્સ ફંડ (પિરામલ ગ્રૂપ અને બેઇન કેપિટલ વચ્ચેનું સંયુક્ત સાહસ) સહિત પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા 19.07 મિલિયન શેરના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે.

(2) કંપની વિશે:આર્કીયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સ્પેશિયાલ્ટી મેરિન કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક છે તથા બ્રોમાઇન, ઔદ્યોગિક મીઠું અને પોટાશનાં સલ્ફેટનું ઉત્પાદન કરે છે અને દુનિયાભરના ગ્રાહકોને નિકાસ કરે છે.

(3) કંપનીનો વ્યવસાય: આર્કીયન નાણાકીય વર્ષ 2020-21માં બ્રોમાઇન અને ઔદ્યોગિક મીઠાની સૌથી મોટી નિકાસકાર છે તથા બ્રોમાઇન અને ઔદ્યોગિક મીઠા એમ બંનેમાં દુનિયામાં ઉત્પાદનનો સૌથી નીચો ખર્ચ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. કંપની ગુજરાતના દરિયાકિનારે સ્થિત કચ્છના રણમાં એના બ્રાઇન રિઝર્વમાંથી એના ઉત્પાદનો બનાવે છે અને ગુજારતમાં હાજીપુર નજીક એની સુવિધામાં ઉત્પાદનોનું નિર્માણ થાય છે.

(4) પ્રોડક્ટનો પોર્ટફોલિયો અને વપરાશ:આર્કીયન દ્વારા નિર્મિત બ્રોમાઇન ચાવીરૂપ પ્રાથમિક સ્તરની સામગ્રી છે, જે ફાર્મા, એગ્રોકેમિકલ્સ, વોટર ટ્રીટમેન્ટ, ફ્લેમ રિટાર્ડન્ટ, એડિટિવ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા ઊર્જા સંગ્રહ સેગમેન્ટમાં ઉપયોગિતા ધરાવે છે. ઔદ્યોગિક મીઠું અન્ય વિવિધ રસાયણો અને સંયોજનો બનાવવા માટે રસાયણ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ કાચી સામગ્રી છે. પોટાશના સલ્ફેટનો ઉપયોગ ખાતર તરીકે થાય છે અને મેડિકલમાં પણ ઉપયોગ ધરાવે છે.

(5) આંતરરાષ્ટ્રીય વિતરણ:30 સપ્ટેમ્બર, 2021 સુધી કંપની 13 દેશોમાં 13 વૈશ્વિક ગ્રાહકોને અને 29 સ્થાનિક ગ્રાહકોને એના ઉત્પાદનોનું વેચાણ કરતી હતી.

(6)    બજારમાં લીડરશિપ:આર્કીયન ભારતમાંથી બ્રોમાઇનની સૌથી મોટી નિકાસકાર છે. કંપની ભારતમાં ઔદ્યોગિક મીઠાની પણ સૌથી મોટી નિકાસકાર છે. ઉપરાંત આર્કિયન ભારતમાં કુદરતી સી બ્રાઇનમાંથી પોટાશના સલ્ફેટનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની છે.

(7)    પ્રવેશના અવરોધો:સ્પેશિયાલ્ટી મેરિન કેમિકલ્સ ઉદ્યોગ ઊંચા ખર્ચ અને ઉત્પાદનના વિકાસ, નિર્માણ અને મીઠાના અગરમાં રોકાણની આંટાઘૂંટીને કારણે પ્રવેશમાં ઊંચા અવરોધો ધરાવે છે. વળી ઉત્પાદન માટે કાચી સામગ્રીની મર્યાદિત ઉપલબ્ધતા છે,

અનુકૂળ હવામાન સાથે મર્યાદિત લોકેશન છે અને રિઝર્વની સુલભતા મર્યાદિત છે તેમજ આરએન્ડટી માટે લીડ ટાઇમ અને ખર્ચ વધારે છે તેમજ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં અને સંબંધો સ્થાપિત કરવામાં સમય લાગે છે – આ પરિબળો પણ આ ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટે અવરોધકો છે.

(8)    નાણાકીય કામગીરી:આર્કીયનની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 5,655,06 મિલિયનથી 9.42 ટકાના સીએજીઆર પર વધીને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 7,407.64 મિલિયન થઈ હતી. ઉપરાંત કંપનીનું ઇબીઆઇટીડીએ માર્જિન નાણાકીય વર્ષ 2018-19માં 34.37 ટકાથી વધીને 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં 42.78 ટકા થયું હતું.

(9)    વૃદ્ધિની વ્યૂહરચના:બ્રોમાઇનની માગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતાં આર્કીયન બ્રોમાઇનના ઉત્પાદન માટે એની ઉત્પાદનક્ષમતા વધારવાનો ઇરાદો ધરાવે છે અને એની પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત કંપનીએ આગામી બેથી ત્રણ વર્ષમાં બ્રોમાઇન ડેરિવેટિવ પર્ફોર્મન્સ ઉત્પાદનોમાં એની પ્રોડક્ટની રેન્જ વધારવાની યોજના બનાવી છે.

(10)આઇપીઓમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ: કંપનીએ કંપનીએ ઇશ્યૂ કરેલા એનસીડીના રિડેમ્પ્શન માટે ફ્રેશ ઇશ્યૂની આવકનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. એનાથી એનું બાકી નીકળતું ઋણ ઘટશે, ઋણ ચુકવવાનો ખર્ચ ઘટશે, ડેટ ટૂ ઇક્વિટી રેશિયો સુધરશે તથા અમારા વ્યવસાયની વૃદ્ધિ અને વિસ્તરણમાં વધારે રોકાણ કરવા માટે અમારાં આંતરિક સંચયનો ઉપયોગ કરવા સક્ષમ બનીશું.

આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.