Western Times News

Gujarati News

હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સે મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરવા યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો

કોન્ટ્રાક્ટનું મૂલ્ય રૂ. 2,100 કરોડ (રૂ. 21,000 મિલિયન) સુધીનું હોઇ શકે છે

પ્રારંભિક બે વર્ષ માટે મલ્ટી-મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ-યુકેમાં વર્ક એટ હોમ મોડલમાં 2,000થી વધુ લોકોને રોજગાર

બેંગ્લોર, હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સ (એચજીએસ) (બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટેડ)એ આજે જાહેર કર્યું છે કે તેની પેટા કંપની એચજીએસ યુકે લિમિટેડને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ) દ્વારા યુકેના નાગરિકોને ક્રિટિકલ કસ્ટમર સપોર્ટ પ્રદાન કરવા માટે પ્રારંભિક બે વર્ષ માટે તથા તેને લંબાવવાના વિકલ્પ સાથે પસંદ કરવામાં આવી છે.

ગત સપ્તાહની શરૂઆતમાં લોંચ કરાયેલી આ ભાગીદારી ચાલી રહી છે અને કરારની મુદ્દત દરમિયાન તેનું મૂલ્ય 211 મિલિયન પાઉન્ડ (રૂ. 2,100 કરોડ) જેટલું હોઇ શકે છે, જેનાથી સમગ્ર યુકેમાં 2,000થી વધુ વર્ક ફ્રોમ એટ હોમ હોદ્દાઓ ઉપર રોજગારી મળશે.

યુકેએચએસએ એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ માટે જવાબદાર છે તથા આ કરાર કોવિડ-19 તથા બીજા આરોગ્ય સુરક્ષા જોખમો જેમકે મોટાપાયે ફ્લૂ ફાટી નીકળવો અથવા નવી મહામારી માટે ભાવિ કોન્ટેક ટ્રેસિંગની જરૂરિયાતોમાં સહયોગી બનશે. કરારની જાહેર કરાયેલી કિંમત મહત્તમ ખર્ચ કરી શકાય છે અને તેનું કુલ ઓછું હોઇ શકે છે.

છેલ્લાં એક દાયકામાં એચજીએસે યુકે સરકાર સાથેની તેની ભાગીદારી વિકસિત કરી છે અને આ સાર્વજનિક ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત બની છે, જે યુકે બિઝનેસ દ્વારા રચાયેલ એક્સલન્સના આધાર ઉપર દેશભરમાં પ્રવર્તમાન સાર્વજનિક ક્ષેત્રના કેમ્પેઇન ઉપર ડિલિવર કરે છે.

એચજીએસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ગ્રૂપ સીઇઓ પાર્થા દેસરકારે કહ્યું હતું કે, “એચજીએસ 10થી વધુ વર્ષોથી યુકે માર્કેટમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. માર્ચ 2021માં સમાપ્ત થયેલાં વર્ષ માટે આવકો અંદાજે જીબીપી 67 મિલિયન હતી ત્યારે ડિસેમ્બર 2021માં સમાપ્ત થયેલાં નવ મહિના માટે એચજીએસ યુકેએ તેની આવકો બમણીથી વધારીને જીબીપી 87 મિલિયન કરી છે.

અમારો સાર્વજનિક ક્ષેત્રનો બિઝનેસ કેટલાંક મહત્વપૂર્ણ ક્લાયન્ટ્સ સાથે આ સાફલ્યગાથાનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. અમે આ વર્ટિકલમાં અમારી નિપૂંણતાને મજબૂત કરવા, કેન્દ્રિત વેચાણ રણનીતિ, ક્લાઉડ ટેક્નોલોજી અને વર્ક એટ હોમ ડિલિવરીની વ્યવસ્થા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેનાથી આ માગ ધરાવતા માર્કેટમાં અમારી ઉપસ્થિતિમાં વધારો થયો છે. યુકેએચએસએ જોડાણ વૃદ્ધિ અને જટિલતા બંન્ને દ્રષ્ટિકોણ બાબતે યુકે બિઝનેસમાં જબરદસ્ત ઉમેરો છે.”

એચજીએસ યુરોપના સીઇઓ એડમ ફોસ્ટરે ઉમેર્યું હતું કે, “મને ગૌરવ છે કે એચજીએસ યુકે સરકારને મહામારીમાંથી બહાર નીકળવા અને સાજા થવાના પ્રયાસોમાં સહયોગ કરશે. આ તક હાંસલ કરવાનો શ્રેય યુકે બિઝનેસમાં છેલ્લાં 10 વર્ષમાં કરાયેલા વિસ્તરણને તથા સાર્વજનિક ક્ષેત્રમાં અમે વિકસાવેલી નિપૂંણતાને જાય છે, જેનાથી અમે ઓળખ પ્રાપ્ત કરી છે.”

એચજીએસ સરકાર દ્વારા મૂકાયેલા વિશ્વાસ તથા જનતા તેમની અપેક્ષા અને હક મૂજબની બેજોડ સેવાઓ પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત કરવાની જવાબદારીની પ્રશંસા કરે છે. આ એવોર્ડ કંપનીની સાર્વજનિક ક્ષેત્રમાં નિપૂંણતા, ડિલિવરીની ક્ષમતા અને માળખા માટે કરાયેલા સતત રોકાણ તેમજ યુકેમાં સાર્વજનિક ક્ષેત્રમાં મુખ્ય સ્પર્ધકો સામે ઘણાં કેસમાં ઉત્તમ પ્રદર્શન કકવાની વિશિષ્ટ ક્ષમતાને પ્રદર્શિત કરે છે.

એચજીએસ યુકેના ચીફ રેવન્યુ ઓફિસર ગ્રેહામ બ્રાઉને કહ્યું હતું કે, “યુકેએચએસએ સાથેની અમારી ભાગીદારી તથા એચજીએસને સોંપાયેલી જવાબદારીને હળવાશથી લઇ શકાય નહીં. અમે જરૂરિયાતની વાસ્તવિકતાને સમજીએ ચીએ અને અમને ઉત્તમ ગુણવત્તાયુક્ત સેવાઓ ડિલિવર કરવાની અમારી ક્ષમતાઓ ઉપર અમને વિશ્વાસ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.