Western Times News

Gujarati News

સુરતના તડકેશ્વર લિગ્નાઈટની ખાણોમાં 135 મીટરના ઉંડાણ સુધી ખાણકામ કરવાની મંજૂરી

અમદાવાદ: જાહેરક્ષેત્રની અગ્રણી ખાણ કંપની અને દેશમાં લિગ્નાઈટના સૌથી મોટી મર્ચન્ટ સેલર, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)ને પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી

એના સુરત નજીકના તડકેશ્વર લિગ્નાઈટની ખાણોમાં તેમની અગાઉની પર્યાવરણ મંજૂરીમાં સુધારો કરીને 135 મીટર સુધી ખાણકામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તડકેશ્વર લિગ્નાઈટની ખાણોમાં અગાઉ 94 મીટર ખાણકામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

મંત્રાલય તરફથી મળેલી મંજૂરી અંગે પ્રતિભાવ આપતાં જીએમડીસીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે ” અમારા તડકેશ્વર લિગ્નાઈ ખાણો મોટો ઈન્ડસ્ટ્રિયલ બેલ્ટ ધરાવતા સુરત નજીક વ્યૂહાત્મક સ્થળે આવેલી છે. અમે અગાઉના નાણાંકિય વર્ષના 9 માસમાં ટાર્ગેટ કરેલા

0.53 મિલિયન MT ખાણકામ સામે  તડકેશ્વરની ખાણોમાં ચાલુ વર્ષના સમયગાળામાં 0.68 મિલિયન MT સુધી ખાણકામ કર્યું છે. હકિકતમાં આ ખૂબ જ સારી ગતિવિધી છે અને તેનાથી માંગ અને પૂરવઠા વચ્ચે રહેતા સતત અંતરને પહોંચી વળવામાં અમને સહાય થશે, અમને ખાતરી છે કે આ નિર્ણય થી સમગ્ર રાજ્ય અને દેશમાં ઉર્જાની જરૂરિયાતને સંતોષી શકાશે.”

શ્રી રૂપવંત સિંઘે વધુમાં જણાવ્યું હતું કે “નાણાંકિય વર્ષ 2021 22માં અમે 86.63 લાખ MTના ઉત્પાદન લક્ષ્યાંક સામે તા.23-01-2022 સુધીમા 65.64 લાખ MTનું ઉત્પાદન હાંસલ કર્યું છે. વર્ષ 2021-22 દરમ્યાન ભાવનગરની ખાણોમાં પણ લિગ્નાઈટનું 12.86 લાખ  MTનું ઉત્પાદન હાંસલ કરાયું છે કે જે વર્ષ 2020-21ના 4.94 લાખ MTની તુલનામાં 7.92 લાખ MTનો વધારો દર્શાવે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.