Western Times News

Gujarati News

ઇન્ડિયન ઓઇલે ભારતમાં 1000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કર્યા

ભારતની અગ્રણી એનર્જી પ્રોવાઈડર કંપની ઇન્ડિયન ઓઇલે દેશભરમાં 1,000 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો (ઇવીસીએસ) સ્થાપવાના સીમાચિહ્નને પાર કરીને ઇલેક્ટ્રિક વાહનો માટેના માળખામાં વધારો કર્યો છે. IndianOil installs more than 1000 EV charging stations in India

આ નેટવર્ક, ભારતની ગ્રીન મોબિલિટી તરફ આગેકૂચની સફરમાં ઈલેક્ટ્રિક વેહિકલના યુઝર્સને અસ્ખલિત ચાર્જિંગની સુવિધાનો અનુભવ ઉપલબ્ધ બનાવે છે.

ગ્રાહકોને વિવિધ નવીન એનર્જી સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવવાનાં પોતાનાં પ્રયાસ અંતર્ગત ઈન્ડિયન ઓઈલ પરિવહન ક્ષેત્રે ઉભરતાં ટ્રેન્ડસની સક્રિયપણે સમીક્ષા કરવા ઉપરાંત ઈલેક્ટ્રિક વેહિકલ(ઈવી) વેલ્યુ ચેઈનના સંબંધિત ક્ષેત્રોને ઓળખવાની અને ભાવિ પરિવર્તન માટે સજ્જ થવા તમામ સંભવિત વ્યાવસાયિક તકોનું મુલ્યાંકન કરી રહી છે.

ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી સતીશ કુમારે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે1000થી વધારે ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સના સફળ અમલીકરણ સાથે, અમે દેશમાં ઇવી ક્રાંતિને સક્ષમ બનાવવા તરફના અમારા વિવિધ સીમાચિહ્નોમાંથી પ્રથમ હાંસલ કર્યું છે.

ઇન્ડિયન ઓઇલ આગામી ત્રણ વર્ષમાં 10,000 ફ્યુઅલ સ્ટેશનો પર ઇવી ચાર્જિંગ સુવિધા પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી ગ્રાહકોને અવિરત ડ્રાઇવ માટે તેમજ ઓટોમોબાઇલ ઉત્પાદકોને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વધારો કરવા માટે આત્મવિશ્વાસ મળશે.

નાગપુરમાં વર્ષ 2017માં જાહેર ઉપયોગ માટે તેનું પ્રથમ ઇવી ચાર્જર સ્થાપિત કર્યા બાદ, હાલમાંઇન્ડિયન ઓઇલ ઇવી ચાર્જિંગ પોઇન્ટ 500થી વધારે નગરો અને શહેરોમાં ઉપલબ્ધ છે, જેમાં વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સામેલ છે. કોર્પોરેશન આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં હાઇવેને ઇ-હાઇવેમાં રૂપાંતરિત કરવા માટે 3000થી વધુ ચાર્જિંગ સ્ટેશનોનું બેઝ બનાવવાની યોજના બનાવી રહી છે.

નેશનલ મિશન ફોર ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજ અનુસાર, ઇન્ડિયન ઓઇલ મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નઇ, કોલકાતા, સુરત અને પુણેમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરી રહી છે, ત્યારબાદ સ્ટેટ કેપિટલ્સ, સ્માર્ટ સિટીઝ, મુખ્ય હાઇવે અને એક્સપ્રેસવેને આવરી લેવામાં આવશે.

કોર્પોરેશને તેના ફ્યુઅલ સ્ટેશનો પર ઇવી ચાર્જર સ્થાપવા માટે ટાટા પાવર, આરઇઆઇએલ, પીજીસીઆઇએલ, એનટીપીસી, ફોર્ટમ, હ્યુન્ડાઇ, ટેક મહિન્દ્રા, ભેલ તથાઓલા સાથે જોડાણ કર્યું છે.

ઇન્ડિયન ઓઇલપોતાના અને પોતાના ગ્રાહકોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે અન્ય ઘણી પહેલ પણ કરી રહી છે. કોર્પોરેશને બેંગ્લોરના નીલમંગલા ખાતે ઇન્ડિયન ઓઇલના એસબીટી ફ્યુઅલ સ્ટેશન ખાતે હાઇબ્રિડ માઇક્રોગ્રિડ સજ્જ સ્વચ્છ ઊર્જા ઇવી ચાર્જિંગ સોલ્યુશન ‘ઝીરો એમિશન ઇલેક્ટ્રિક મોબિલિટી’ શરૂ કરી છે. ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ સ્ટેશનો પર ઇવીના ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતી હાઇબ્રિડ માઇક્રોગ્રિડમાં સૌર ઊર્જા, બેટરી સ્ટોરેજ અને ગ્રિડ પાવરનો સમાવેશ થાય છે.

હાઇગ એનર્જી દ્વારા વિકસાવવામાં આવેલું અને પેટન્ટ કરાયેલું આ સોલ્યુશન,મુખ્યત્વે સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા ચાર્જિંગ થાય તે સુનિશ્ચિત કરે છે, અને આ રીતે ઝીરો-એમિશન ધરાવતી ઇ-મોબિલિટીસુનિશ્ચિત થાય છે. ઇવી ચાર્જિંગ ઉપરાંત, આ સોલ્યુશન એક સંકલિત પ્લેટફોર્મ છે જે એનર્જી મોનિટરિંગ, એનર્જી ઓપ્ટિમાઇઝેશન અને રેવન્યુ મોનિટરિંગની સુવિધા ઉપલબ્ધ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.