અમદાવાદની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે ૧રમી માર્ચે લોકઅદાલત યોજાશે
(એજન્સી) અમદાવાદ, રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, સુપ્રિમ કોર્ટે તેમજ ગુજરાત કાનૂની સેવા સતા મંડળ હાઈકોર્ટ, અમદાવાદના આદેશથી અમદાવાદ શહેરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એ.અમ.વર્માના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧ર-૩-રરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ લોક અદાલતમાં ફોઝદારી સમાધનને લાયક કેસો, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની ક્લમ-૧૩૮ ના કેસો, લગ્ન સંબંધિત તેમજ ભરણપોષણ અંગેના કેસો, વીજળી તેમજ પાણીને લગતા કેસો લેવામાં આવશે. આ લોક અદાલતોમાં પક્ષકારો તેમજ કોવિડ પ્રોટોકોલનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. એમ એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
જાે કોઈ પક્ષકારોને લોક અદાલત દ્વારા વિવાદની ઝડપી તેમજ સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તેઓ મેટ્રો કોર્ટની કાનૂની સેવા સતા સહાય સમિતિનો સંપર્ક પણ સાધી શકશે. એમ એક અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતુ.