Western Times News

Gujarati News

કેમિકલ/API ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રોસેસ  અને ઔદ્યોગિક સલામતીના  ધોરણો અંગે જાગૃતિઆપતા સેમિનારનું આયોજન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ગુજરાત ડાયસ્ટફ એમએફજી એસોસિએશન (જીડીએમએ), ગુજરાત કેમિકલ એસોસિએશન (જીસીએ) અને ઈન્ડિયન ડ્રગ એમએફજી એસોસિએશન (આઈડીએમએ) સાથે સંયુક્ત રીતે  કેમિકલ/એપીઆઈ ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રોસેસ

અને ઔદ્યોગિક સલામતીના  ધોરણો અંગે જાગૃતિ આપવા તા.21 ફેબ્રુઆરી, 2022 ના રોજ GCCI ખાતે વેબિનારનું આયોજન કર્યું હતું.જેમાં   GCCI, GCA, GDMA, IDMA ના હોદેદ્દારો અને ડિરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, અમદાવાદના સિનિયર અધિકારીઓની હાજર રહ્યા હતા.

શ્રી એ.યુ.વેકરીયા, મદદનીશ નિયામક (કેમિકલ), ડાયરેક્ટર ઇન્સ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ,અમદાવાદ એ અકસ્માતોને કેવી રીતે અટકાવવા, પ્રોસેસ  સલામતી, ઔદ્યોગિક અકસ્માતોના નિવારણ માટે લાગુ પડતા નિયમો, કારખાના અધિનિયમ-1948 હેઠળ કબજેદારની જવાબદારીઓ, ટકાઉ ઔદ્યોગિક માહિતી શેર કરી.

વિકાસ,કેમિકલ  સંગ્રહ, કેમિકલને સુરક્ષિત રીતે લોડ/અનલોડ કરવાની રીતો, કેમિકલ  પ્રક્રિયામાં રાખવાની સલામતી વગેરે બાબતો વિશે પ્રેઝન્ટેશન થકી વિગતવાર માહિતી આપી હતી.

GCCI અને અન્ય એસોસિએશનોની વિનંતી પર, શ્રી એ.યુ. વેકરિયા ગુજરાતના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા સંમત થયા હતા તથા  પ્રોસેસ અને  ઔદ્યોગિક સલામતી નિયમો પર તેમની પુસ્તિકા ગુજરાતી ભાષામાં આપશે.

સેમિનારમાં ઉદ્યોગો અને સંગઠનોના 120 થી વધુ પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. સેમિનાર  સહભાગીઓના પ્રશ્નો સાથે સમાપ્ત થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.