કસરતની સકારાત્મક અસર શરીર કરતા મગજ ઉપર વધારે થાય છે
તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોકકસ ઝડપ કરતા વધુ ઝડપે કરવામાં આવતી કસરત મગજના સ્વાસ્થ્યને અસર કરે છે. અને યાદશકિત સુધારવામાં મદદગાર સાબીત થાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે માત્ર યુવાનોમાં જ નહીં ઝડપથી કરવામાં આવતી કસરત ૬૦ વર્ષથી વધુના લોકોને પણ લાભદાયક છે.
સંશોધકોએ જણાવયું કે ધીમે ગતિએ કરવામાં આવતી કસરત કરતા સુરક્ષાનું ધ્યાન રાખીને ઝડપથી કરવામાં આવતી કસરતની અસર શરીર અને મગજ ઉપર વધારે સકારાત્મક રહે છે. હેમીલ્ટનની મેકમાસ્ટર યુનિર્વસિટીના સંશોધકોએ ૧ર અઠવાડીયા સુધી ૬૦થી૮૮ વર્ષ સુધીના ૬૪ જેટલા બેઠાડું જીવન જીવતા લોકો ઉપર અભ્યાસ કર્યો હતો.
આ લોકોને ત્રણ જુથમાં વહેચવામાં આવ્યા હતા. જેમને અલગ અલગ કસરત આપવામાં આવી હતી. કસરત કરતાં પહેલાં અને બાદમાં લેવામાં આવેલા ડેટાના આધારે તારણ મળ્યું કે, ઝડપથી કરવામાં આવતી કસરતથી આ લોકોને અલ્ઝાઈમર થવાની શકયતા ઘટી જાય છે. તે ઉપરાંત તેમની યાદશકિત પહેલાં કરતા વધારે સારી થઈ હતી.
તેમને દરરોજ ૪ મીનીટે ટ્રેડ મીલ વોક અને ત્યારબાદ પોણો કલાક મીડીયમ ઝડપ સાથે એરોબીકસ કરાવવામાં આવતી હતી. કુલ તેમને પ૦ મીનીટની કસરત કરાવવામાં આવતી હતી. સંશોધકોએ જણાવ્યું કે, ધીમી ગતિની કસરત લાંબા સમય સુધી કરવા કરતાં વધુ ગતિની કસરત ઓછા
સમય માટે પણ સતત કરવામાં આવે તો તેની સકારાત્મક અસર મગજ ઉપર વધારે પડે છે. સશોધકોએ એમ પણ જણાવ્યું કે, જાણકારોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી એરોબીકસની કસરતો માનસીક રોગોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.