Western Times News

Gujarati News

ટેબલ ઉપર નાનકડો છોડ રાખવો ફાયદાકારક, ઓફિસ સ્ટ્રેસ ઘટાડે છે

જાપાનની હ્યોગો યુનિર્વસિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ તારણ આવ્યું છે કે, ઓફીસમાં ટેબલ પર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર પ્લાન્ટસ કર્મચારીઓના માનસીક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે. તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ શોધના કેન્દ્રમાં એવા કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા જે મોટાભાગે બંધ ફલોર ઉપર કામ કરે છે. અને જેમને બહારના વાતાવરણમાં જવાનો અને લીલોતરીમાં રહેવાનો અવસર મળતો નથી. આપણે બધા જ જાણીએ છીએ કે, પ્લાન્ટસની વચ્ચે રહેવાથી માણસોના મુડમાં સુધારો થાય છે. અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

આ સંશોધનમાં આશય એ આવતા પ્લાન્ટસ કેટલા અંશે વ્યકિતના માનસીક અને શારીરિક તણાવને ઓછો કરે છે.
ઓવન જર્નલ હાર્ટ ટેકનોલોજીમાં પબ્લિશ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ઓફીસમાં રાખવામાં આવતા નાના પ્લાન્ટસ ખૂબ જ ઉપયોગી છે. આ પ્લાન્ટસ કર્મચારીઓના તણાવમાં ઘટાડો કરે છે.

આ અભ્યાસમાં એવા કર્મચારીઓના સમાવેશ કરવામાં આવ્યો જે કલાકો સુધી ડેસ્ટ ઉપર બેસીને જ કામ કરે છે. આ દરમ્યાન લોકોના સાઈકોલોજીકલ અને સોશીયલોજીકલ સ્ટેટસને તપાસવામાં આવ્યો તેમના ડેસ્ક પર પ્લાન્ટ રાખ્યા પહેલાં અને પછીની સ્થિતીની પણ ચકાસવામાં આવી.

તારણ એ આવ્યું છે કે, પ્લાન્ટ મુકયાના માત્ર ૩ મીનીટ પછી જે-તે કર્મચારીઓની પલ્સ રેટ ઘટવા લાગી અને સામાન્ય થઈ ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.