હાથી મસાલાએ રેશમ કાશ્મીરી મરચા પાવડરનું નાનું પેકિંગ લોન્ચ કર્યુ
આ મરચું માફકસર તીખું, કુદરતી રંગ, સંપૂર્ણ મિશ્રણ સમાવિષ્ટ છે જેથી એસીડીટી થવાના ચાન્સ નહિંવત રહે છે.
અમદાવાદ: દેશની પ્રખ્યાત હાથી મસાલા એ તાજેતરમાં રેશમ કાશ્મીરી મરચા પાવડરનું ૨૦૦ ગ્રામમાં એકદમ નવું જ પેકિંગ બજારમાં મૂક્યું.
હાથી મસાલાને વર્ષો વરસથી જે ૫૦૦ ગ્રામ અને ૧ કિલો ગ્રામમાં જે પ્રતિસાદ મળતો આવ્યો છે તેને ધ્યાનમાં રાખી રેશમ કાશ્મીરી મરચા પાવડરનું એકદમ નવું જ પેકિંગ બજારમાં તાજેતરમાં જ લોન્ચ કર્યુ છે.
લોકોની સગવડને ધ્યાને લઇ ઓછી જરૂરિયાત વાળોવર્ગ પણ સારી વસ્તુ લઈ શકે તે આશયે તેમજ નાના પેકમાં પણ પ્રીમિયમ ગુણવત્તા વાળી વસ્તુ આપવાના ઉદ્દેશ સાથે હાથી મસાલા દ્વારા રેશમ કાશ્મીરી મરચા પાવડર નું ૨૦૦ ગ્રામનું નવું પેકિંગ લોન્ચ કર્યું છે.
જેથી ગ્રાહકો જરૂરિયાત મુજબ તાજે તાજું મરચું ખરીદી શકે અને વાપરી શકે તે મોટો ફાયદો રહે છે. આ નાના આકર્ષક પેકિંગની કિંમત રૂ. ૮૮ રખાઇ છે. રેશમ કાશ્મીરી મરચા પાવડરની વિશેષતા એ છે કે આ મરચું માફકસર તીખું, કુદરતી રંગ, સંપૂર્ણ મિશ્રણ સમાવિષ્ટ છે જેથી એસીડીટી થવાના ચાન્સ નહિંવત રહે છે.
કાશ્મીરી મરચુ લાલ ચટક હોય છે. તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે જેથી હાથી મસાલાનું રેશમ કાશ્મીરી મરચું પાવડર ઉપયોગમાં લેવાથી વાનગી ખૂબ જ સરસ બને છે અને કુદરતી રંગ પણ સરસ આવે છે
અને એટલેજ મોટા પ્રસંગોમાં હાથી રેશમ કાશ્મીરી મરચા પાવડરનોજ આગ્રહ રખાય છે. આ પાવડરનું ૨૦૦ ગ્રામનું પેકિંગ તેમજ ૫૦૦ ગ્રામ અને ૧ કિલો નું પેકિંગ પણ ઓનલાઇન એમેઝોનમાં ઉપલબ્ધ છે.