Western Times News

Gujarati News

અગ્નિહોત્રીની “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું

મુંબઇ, બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટેડ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીર સંબંધિત વિવિધ મુદ્દાઓ જાેવા મળી રહ્યા છે. કાશ્મીરના મુદ્દે સત્ય ઘટનાઓ પર આધારિત અને પીડિતોની વ્યથા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જાેષી, પુનિત ઈસ્સર, દર્શન કુમાર સહિતના કલાકારો જાેવા મળશે.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે કાશ્મીર સંબંધિત મુદ્દાઓને મોટા પડદે રજૂ કરવા સરળ નહોતું, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને આ ફિલ્મ રિલીઝ નહીં કરવા માટે ધમકીભર્યા ફોન અને મેસેજ આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ ફિલ્મ કાશ્મીરી પંડિતો સંબંધિત સત્ય ઘટનાઓ પર આધારિત છે. રિલીઝ થતાં લાખો લોકોએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર જાેઈ લીધું છે અને ફેન્સને તે પસંદ આવી રહ્યું છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર આવી ગયા બાદ હવે દર્શકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જાેઈ રહ્યા છે.

ધ કાશ્મીર ફાઈલ્સ’ની એક્ટ્રેસ પલ્લવી જાેષીએ આ ફિલ્મ સાથેના અનુભવ વિશે કહ્યું કે, આ ફિલ્મની સ્ક્રીપ્ટ જેટલી મજબૂત છે તેટલી જ સારી આ ફિલ્મ છે. અમે લોકોએ શૂટિંગ દરમિયાન જે અનુભવ્યું તે ઈમોશન્સનો અનુભવ દર્શકોને પણ થશે. તારીખ ૧૧ માર્ચ, ૨૦૨૨ના દિવસે ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થશે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના રિલીઝના ન્યૂઝ આવતા જ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. તેઓને ફિલ્મ રિલીઝ નહીં કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતમાં જેમ-જેમ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ ફોન અને મેસેજની સંખ્યા પણ વધી રહી છે.

અહીં નોંધનીય છે કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ અગાઉ The Tashkent Files ફિલ્મ બનાવી હતી. અગાઉ એક્ટર અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટિ્‌વટર અકાઉન્ટ પર ફેન્સને માહિતી આપી હતી કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર તારીખ ૨૧ ફેબ્રુઆરીએ જ્યારે ફિલ્મ તારીખ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.