Western Times News

Gujarati News

પત્રલેખાએ લગ્ન બાદનો પહેલો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઇ, બોલિવુડ કપલ રાજકુમાર રાવ અને પત્રલેખા ૧૫મી નવેમ્બર, ૨૦૨૧ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલે ચંડીગઢમાં રોયલ વેડિંગ કર્યા હતા, જેમાં સીમિત મહેમાનોને જ આમંત્રિત કરાયા હતા. ૨૦મી ફેબ્રુઆરીએ પત્રલેખાનો લગ્ન બાદનો પહેલો બર્થ ડે હતો, જે તેણે પતિ રાજકુમાર રાવ સાથે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.

તેણે જે તસવીરો શેર કરી છે, તેમાં તેને બર્થ ડે કેક અને કેન્ડલથી ભરેલા ટેબલ પાસે પોઝ આપતી જાેઈ શકાય છે. તે કેમેરા સામે જાેઈને સ્માઈલ કરી રહી છે. તેણે બ્લેક કલરનું ટોપ અને બ્લેઝર પહેર્યું છે. જેમાં તે સુંદર લાગી રહી છે. બીજી તસવીરમાં પત્રલેખાને રાજકુમાર રાવ સાથે બેઠેલી જાેઈ શકાય છે. કેન્ડલ બ્લો કરતા પહેલા બંને હાથ જાેડીને વિશ માગી રહ્યા છે.

આ સાથે તેણે બર્થ ડે વિશ કરનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો છે. તેણે લખ્યું છે ‘વિશ કરનારા દરેક વ્યક્તિનો આભાર. પત્રલેખાને બર્થ ડે વિશ કરતાં રાજકુમાર રાવે તેમની અનસીન તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે પત્રલેખા.

આઈ લવ યુ. તો એક્ટ્રેસે કોમેન્ટમાં લખ્યું હતું ‘આઈ લવ યુ બેબી’ એક્ટરની પોસ્ટ પર દિયા મિર્ઝા, ભૂમિ પેડનેકર, હુમા કુરેશી તેમજ ફરાહ ખાન સહિતના સેલેબ્સે કોમેન્ટ સેક્શનમાં શુભેચ્છા આપી હતી. રાજકુમાર રાવે આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ તેના અને પત્રલેખાના રિસેપ્શન દરમિયાનની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘મારા જીવનના પ્રેમને જન્મદિવસની શુભેચ્છા. સૌથી શ્રેષ્ઠ છોકરી.

તું રોકસ્ટાર છે, આપણા પ્રેમનું મ્યૂઝિક દરરોજ માત્ર વધારેને વધારે લાઉડર થશે. રાજકુમાર રાવ અને પત્રલેખા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના લગ્નમાં પરિવારના સભ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જ્યાં પૂલ પાર્ટી, ડિનર પાર્ટી, પાયજામા પાર્ટી કરવામાં આવી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રાજકુમાર રાવ હાલ ભૂમિ પેડનેકર સાથેની ફિલ્મ ‘બધાઈ દો’ની સફળતાને માણી રહ્યો છે. તે હવે ક્રિકેટ પર આધારિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જાેવા મળશે. જે પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.