Western Times News

Gujarati News

જબલપુરમાં બે સગીરોએ યુટયુબ પરથી હથિયાર બનાવતા શીખીને ફેકટરી ખોલી

પ્રતિકાત્મક

જબલપુર, જબલપુરની ધનવંતરી નગર પોલીસે બે સગીર છોકરાઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને છરી મળી આવી છે. આ સાથે જ બંનેએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. છોકરાઓએ જણાવ્યું કે તેઓ યુટયુબ પરથી હથિયાર બનાવતા શીખ્યા અને બાદમં તેને વેચવા લાગ્યા,હાલમાં પોલીસ એવા લોકોને શોધી રહી છે જેમણે છોકરાઓ પાસેથી હથિયાર ખરીદયા છે.

બંને સગીર આરોપીઓ હનુમંતલ વિસ્તારના રહેવાસી છે. ધરપકડ કરાયેલા આરોપીમાંથી એકના પિતા ઇલેકટ્રીશિયનનું કામ કરે છે, તેમના ઘરે ઘણો સામાન રાખવામાં આવ્યો હતો. બંને એ જ રીતે યુટયુબ પરથી હથિયાર બનાવતા શીખ્યા હતા.

હનુમંતલ સ્થિત સૈયદ બાબા મઝાર પાસે રહેતા બંને છોકરાઓ બદમાશ હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં આવા જ ગેરકાયદેસર કૃત્યો માટે છોકરાઓના નામ સામે આવ્યા છે.

બંને સગીર છોકરાઓ પાસેથી માહિતી મેળવ્યા પછી ધનવંત્રી નગર ચોકી પોલીસે હનુમંતલ પોલીસની સાથે મળીને છોકરાઓએ ઉલ્લેખિત જગ્યાએ દરોડો પાડયો. છાપામારીમાં પોલીસને હથિયારોથી ભરેલી ફેટકરી મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ પિસ્તોલ, ૮ તલવાર, બોમ્બ, ૫ ડ્રિલ મશીન, વેલ્ડીંગ મશીન, ગ્રાઇન્ડર કટર અને હથિયાર બનાવવામાં વપરાતા અન્ય સાધનો મળી આવ્યા છે.

બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બંને સગીર વધુ ગોળીઓ બનાવવાની તૈયારી કરી રહયા હતા. ધનવંતરી નગર ચોકીના ઇન્ચાર્જ સતીશ ઝારિયાએ જણાવ્યું કે આરોપીઓ ગેરકાયદેસર હથિયાર બનાવવામાં નિષ્ણાત છે, હાલમાં તેઓ કટ્ટા, છરી અને તલવાર બનાવતા હતા, પરંતુ બાદમાં તેઓ ગોળીઓ બનાવવાની તૈયારીમાં હતા. પોલીસે બંનેને ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.