GSTના ત્રણ સ્લેબ કરી 4.50 લાખ કરોડનો કરબોજ વધારવા તૈયારી

ચાલુ માસ અથવા આગામી મહિનાના પ્રારંભમાં જીએસટી કાઉન્સીલની બેઠક
નવીદિલ્હી, દેશમાં ચૂંટણીનો માહોલ પુરો થતા જ એક તરફ પેટ્રોલ-ડીઝલ સહીતના ભાવોમાં મોટો વધારો તોળાઈ રહયો છે.તો આગામી સમયમાં જીએસટીના સ્લેબમાં પણ ફેરફારથી મોંઘવારીનો નવો ડોઝ આવી શકે છે. અને એક મહત્વના ફેરફારમાં જીએસટીના હવે ત્રણ સ્લેબ જ અમલમાં આવશે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજયના નાણામંત્રીઓની એક બેઠક જે જીએસટી પરીષદ તરીકે યોજાઈ છે. તેની સમક્ષ નાણામંત્રીઓની કમીટીનો રીપોર્ટ રજુ થશે જેમાં સૌથી નીચા કરસ્લેબમાં વધારો કરવાની જાેગવાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ નાણામંત્રીઓની એક બેઠક જે જીએસટી પરીષદ તરીકે યોજાઈ છે
તેની સમક્ષ નાણામંત્રીઓની કમીટીનો રીપોર્ટ રજુ થશે જેમાં સૌથી નીચા કરસ્લેબમાં વધારો કરવાની જાેગવાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ જે પાંચ ટકાનો સ્લેબ છે તે વધારીને આઠ ટકાનો કરાશે અને તેના કારણે વર્ષે ૧.પ૦ લાખ કરોડની વધારાની રકમ જીએસટીને મળશે.
જીએસટીના સ્લેેબમાં એક ટકાનો વધારો એ પ૦ હજાર કરોડનો આવક વધારો આપે છે. બીજી તરફ હાલ બ્રાન્ડ વગરના અને પેકેજ વાળા ખાધ પદાર્થો તથા ડેરી પ્રોડકટ જીએસટીની બહાર છે. તેને પણ હવે જીએસટીમાં લાવવામાં આવશે. વર્તમાન પાંચ, ૧ર,૧૮, ર૮ અને ટકાનો સ્લેબ છે. જેમાં પાંચ ટકાનો સ્લેબ નાબુદ થશે.
૧ર અને ૧૮ ટકાનો સ્લેબ ભેગો કરીને એકંદરે ૧૮ ટકાનો સ્લેબ કરી દેવાશે અને ર૮ ટકાનો ત્રીજાે સ્લેબ અમલમાં આવશે. જેના કારણે એકંદરે સરકારને આવક વધી જશે. ૧ર ટકાના સ્લેબમાં આવતા તમામ ચીજવસ્તુઓ મોંઘી બનશે અને આ રીતે પણ સરકાર છ ટકાનો સ્લેબ વધારીને અંદાજે રૂા.૩ લાખ કરોડની વધારાની આવક મેળવશે. આમ જીએસટીમાં કુલ રૂા.૪.પ૦ લાખ કરોડની રકમ વર્ષે વધારે મળે તે સરકાર જાેવા માંગે છે.