Western Times News

Gujarati News

કેદીભાઈઓને પ્રેરણારૂપ પ્રવચનની શરૂઆત સરદાર પટેલે 92 વર્ષ પહેલાં કરી હતી

સાબરમતી મધ્યસ્થ જેલમાં તેમજ રાજયની અન્ય જેલોમાં સરદાર પટેલની પ્રથમ જેલયાત્રા નિમિત્તે પ્રવચન યોજાયા

અમદાવાદ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ જેલયાત્રા તા.૭.૩.૧૯૩૦ના રોજ દાંડી યાત્રાના પ્રારંભના દિવસોમાં થઈ હતી. આ ઘટનાને ૯ર વર્ષ પૂરા થાય છે.

આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં સરદાર વલ્લભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના નેજા હેઠળ સરદાર સાહેબના જીવન કાર્યનો સંદેશો આપવાના હેતુથી રાજયની વિવિધ જેલોમાં સંસ્થાના મહામંત્રીશ્રી આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્‌વાન વક્તાઓ દ્વારા રાજયની વિવિધ જેલોમાં સંસ્થાના મહામંત્રી આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્‌વાન વક્તાઓ દ્વારા રાજયની વિવિધ જેલોમાં વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

તા.૭.૩.ર૦રરના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે જેલના સુપ્રિટેન્ડન્ટ રોહન આનંદ સાહેબ આઈપીએસના સહકારથી કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના, સી.ઈ.ઓ. શ્રીએસ.ટી. દેસાઈ, એસ.વી. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. જગદીશભાઈ ચૌધરી, સી.એ. ફાઈનલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સલોની પટેલ હાજર રહી

સરદાર સાહેબના જીવન-કવન અંગે તેમજ સ્વાતંત્ર સંગ્રામ અંગે કેદીભાઈઓને પ્રેરણારૂપ પ્રવચન આપેલ. આ પ્રસંગે જેલના પીઆઈ શ્રી જાેષી સાહેબ તથા વેલફેર ઓફિસર શ્રી પંચાલ સાહેબ તથા જેલના અધિકારીઓ તેમજ સ્ટાફગણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

રાજયની અન્ય વિવિધ જેલો નડિયાદ, ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેલોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો સ્થાનિક વિદ્‌વાન વક્તાઓ દ્વારા યોજવામાં આવેલ હતા. એમ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીની યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.