Western Times News

Gujarati News

EPFO: લઘુત્તન પેન્શનમાં 200 % વધારો થઇ શકે છે

બિન સંગઠિત ક્ષેત્રના EPFO સભ્ય નોકરિયાત વર્ગ માટે ખુશ ખબર છે. તેમના પેન્શનમાં 500 ટકા વધારાની સંભાવના છે. આગામી મહીને EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં ગુવાહાટીમાં થશે. જેમાં આ અંગે મોટો નિર્ણયો લેવાઇ શકાય છે.

EPFOની ફાઈનન્સ ઇન્વેસ્ટમેંટ તથા ઓડિટ કમિટીએ બુધવારે બેઠક કરી હતી. આ બેઠકમાં એપીએફઓની કમાણી પર વિચાર કરવામાં આવ્યો કેમકે આના આધારે જ સીબીટીના વ્યાજ દરોની ભલામણ કરવામાં આવી. એવી આશા હતી કે આ મીટિંગમાં વ્યાજના તમામ દરો તથા ન્યૂનતમ પેન્શનને લઈને મોટો નિર્ણય થશે.

ઈપીએફમાં જમા કરવામાં આવેલી રકમ પર 8.5 ટકાનો વ્યાજ યથાવત રહી શકે છે. અત્યારે વ્યાજમાં કોઈ પણ બદલાવ થવાની સંભાવના નથી.પીએફ પર હાલનું વ્યાજ ઓછામાં ઓછું છે. 2018-19 માં પીએફનો વ્યાજ દર 8.65 ટકા હતો જે સાલ 2016-17 માં 8.65 ટકા અને હાલમાં સાલ 2017-18 માં આ દર 8.55 ટકા થયો છે..

રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યૂનીયનોએ હાલમાં ઓછામાં ઓછું પેન્શનને વધારીને 1,000 રૂપિયાથી 6,000 રૂપિયા કરવાની માંગ છે. જોકે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી કે CBT તેને વધારીને 3,000 રૂપિયા કરી શકે છે . ઈપીએફઓના પૈસાને પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દાઓ પર હવે નિર્ણય થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.